Get The App

રાષ્ટ્રપતિ દ્વારા સુધા મૂર્તિ રાજ્યસભા માટે નોમિનેટ, પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા

Updated: Mar 8th, 2024


Google NewsGoogle News
રાષ્ટ્રપતિ દ્વારા સુધા મૂર્તિ રાજ્યસભા માટે નોમિનેટ, પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા 1 - image


Sudha Murthy Nominated For Rajya Sabha: જાણીતા ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિના પત્ની અને વિખ્યાત લેખિકા સુધા મૂર્તિને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને આ અંગેની માહિતી આપી છે. વડાપધાન મોદીએ લખ્યું કે,'મને ખુશી છે કે ભારતના રાષ્ટ્રપતિએ સુધા મૂર્તિને રાજ્યસભા માટે નોમિનેટ કર્યા છે. સામાજિક કાર્ય, પરોપકાર અને શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સુધાજીનું યોગદાન અજોડ અને પ્રેરણાદાયી રહ્યું છે.'

સુધા મૂર્તિ કોણ છે?

સુધા મૂર્તિ ઈન્ફોસિસ ફાઉન્ડેશનના સંસ્થાપક નારાયણ મૂર્તિના પત્ની છે. સુધા મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિ યુકેના વડાપ્રધાન ઋષિ સુનકના પત્ની છે. સુધા મૂર્તિને 74માં ગણતંત્ર દિવસ પર પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

સુધા મૂર્તિનું શિક્ષણ

73 વર્ષીય સુધા મૂર્તિ એન્જિનિયર અને લેખક છે. તેમનો જન્મ 19મી ઓગસ્ટ 1950ના રોજ કર્ણાટકના શિગાંવમાં થયો હતો. તેમણે બીવીબી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી, હુબલીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક થયા. એન્જિનિયરિંગ કોલેજમાં 150 વિદ્યાર્થીઓમાંથી પ્રવેશ મેળવનારા સુધા મૂર્તિ પહેલા મહિલા હતા. જ્યારે તે પ્રથમ આવ્યા, ત્યારે કર્ણાટકના મુખ્યમંત્રીએ તેમને મેડલ આપીને સન્માનિત કર્યા. બાદમાં સુધા મૂર્તિએ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડીગ્રી કરી હતી.

રાષ્ટ્રપતિ દ્વારા સુધા મૂર્તિ રાજ્યસભા માટે નોમિનેટ, પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા 2 - image


Google NewsGoogle News