Get The App

કોંગ્રેસને મોટો ઝટકો! દિગ્ગજ સાંસદ અને મહારાષ્ટ્રનો મોટો ચહેરો ગણાતાં નેતાનું નિધન

Updated: Aug 26th, 2024


Google NewsGoogle News
કોંગ્રેસને મોટો ઝટકો! દિગ્ગજ સાંસદ અને મહારાષ્ટ્રનો મોટો ચહેરો ગણાતાં નેતાનું નિધન 1 - image

DD NEWS 



Congress MP Vasantrao Chavan died | મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા સીટ પરથી કોંગ્રેસના સાંસદ અને વરિષ્ઠ નેતા વસંતરાવ ચવ્હાણનું 70 વર્ષની વયે નિધન થતાં પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. હૈદરાબાદની હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. 

અશોક ચવ્હાણ ભાજપમાં જોડાતા તે કોંગ્રેસનો મોટો ચહેરો બની ગયા હતા

ગયા અઠવાડિયે તેમને શ્વાસ લેવામાં તકલીફ અને ઈન્ફેક્શન થતાં હૈદરાબાદની KIM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતા પ્રતાપ પાટીલ ચિખલીકરને હરાવીને વસંતરાવ એક મોટા નેતા તરીકે ઉભરી આવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે પૂર્વ સીએમ અશોક ચવ્હાણના કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા બાદ વસંતરાવ નાંદેડમાં કોંગ્રેસના મોટા ચહેરા તરીકે ઉભરી આવ્યા હતા. 

મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષે દુઃખ વ્યક્ત કર્યું 

મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ વસંતરાવના નિધન પર શોક અને દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું, કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને નાંદેડ લોકસભા ક્ષેત્રના સાંસદ વસંતરાવ ચવ્હાણના નિધનના સમાચાર ખૂબ જ આઘાતજનક છે. તેઓ પ્રતિકૂળ સંજોગોમાં પણ હંમેશા કોંગ્રેસ પાર્ટીને વફાદાર રહ્યા અને કોંગ્રેસ પાર્ટીના વિચારોને દરેક લોકો સુધી પહોંચાડ્યા. સમગ્ર કોંગ્રેસ પાર્ટી આ દુઃખમાં ચવ્હાણ પરિવાર સાથે છે.

કોંગ્રેસને મોટો ઝટકો! દિગ્ગજ સાંસદ અને મહારાષ્ટ્રનો મોટો ચહેરો ગણાતાં નેતાનું નિધન 2 - image


Google NewsGoogle News