મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તા ‘શૌર્ય’નું મોત, અત્યાર સુધીમાં 10ના મૃત્યુ
નામીબિયા અને સાઉથ આફ્રિકાથી લવાયેલા 20 ચિત્તામાંથી અત્યાર સુધીમાં કુલ 10ના મોત
મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તા ‘શૌર્ય’નું મોત થયું છે. આ સાથે કુનો નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં કુલ 10 ચિત્તાના મોત થયા છે, જેમાં 7 ચિત્તા અને 3 બચ્ચાનો સમાવેશ થાય છે. હજુ સુધી ચિત્તા શૌર્યનું મોતનું કારણ સામે આવ્યું નથી. લાયન પ્રોજેક્ટના નિદેશકે કહ્યું કે, ‘આજે 16 જાન્યુઆરીએ લગભગ 3.17 કલાકે નામીબિયાઈ ચિત્તા શૌર્યનું મોત થયું છે. પોસ્ટમોર્ટમ બાદ મૃત્યુનું કારણ સામે આવશે.’
નામીબિયા અને સાઉથ આફ્રિકાથી લવાયા હતા 10 ચિત્તા
કુનો નેશનલ પાર્કમાં નામીબિયા અને સાઉથ આફ્રિકાથી 20 ચિત્તા લવાયા હતા, જોકે જુદા જુદા કારણોસર અત્યાર સુધીમાં 7 ચિત્તા અને 3 બચ્ચાના મૃત્યુ થયા છે.
કુનો નેશનલ પાર્કમાં ક્યારે કયા ચિત્તાનું મોત થયું?
અત્યાર સુધીમાં 7 ચિત્તા સહિત 3 બચ્ચાના મોત થયા છે. કુનો નેશનલ પાર્કમાં નામીબિયા અને સાઉથ આફ્રિકાથી કુલ 20 ચિત્તા લવાયા હતા, જેમાંથી નામીબિયાઈ માદા ચિત્તા જ્વાલાએ 4 બચ્ચાને જન્મ આપ્યો હતો.
- 26 માર્ચ-2023 : કિડની સંક્રણના કારણે નામીબિયાઈ માદા ચિત્તા ‘સાશા’નું મોત
- 23 એપ્રિલ-2023 : કાર્ડિયો પલ્મોનિરી ફેલિયરના કારણે ચિત્તા ‘ઉદય’નું મોત
- 09 મે-2023 : નર ચિત્તા સાથે લડાઈ બાદ ‘દક્ષા’નું મોત
- 23 મે-2023 : ડિહાઈડ્રેશનના કારણે માદા ચિત્તા સિયાયા (જ્વાલા)ના ચાર બચ્ચામાંથી એકનું મોત
- 25 મે-2023 : ડિહાઈડ્રેશનના કારણે ‘જ્વાલા’ના ચાર બચ્ચામાંથી બેના મોત
- 11 જુલાઈ-2023 : ચિત્તા સવાના સાથે લડાઈમાં સાઉથ આફ્રિકી ચિત્તા ‘તેજસ’નું મોત
- 02 ઓગસ્ટ-2023 : વધુ એક ચિત્તાનું મોત
- 16 જાન્યુઆરી-2023 : 10માં ચિત્તા ‘શૌર્ય’નું મોત