ભાજપને મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ: આ નામ રેસમાં સૌથી આગળ, ગુજરાતમાં રહી ચૂક્યા છે પ્રભારી
BJP National President: મોદી સરકાર 3.0નો શપથ ગ્રહણ સમારોહ આજે (નવમી જૂન) રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાશે. નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે ચાર નામોની ચર્ચા થઈ રહી છે. જેમાં ભૂપેન્દ્ર યાદવનું નામ આગળ ચાલી રહ્યું છે. નોંધનીય છે કે, વર્ષ 2017માં ભૂપેન્દ્ર યાદવને ગુજરાતના પ્રભારીની જવાબદારી સોંપી હતી. આ ઉપરાંત જે નામોની ચર્ચા થઈ રહી છે તેમાં શિવરાજ સિંહ ચૌહાણ, ધર્મેન્દ્ર પ્રધાન અને મનોહર લાલ ખટ્ટરના નામ પણ સામેલ છે.
અલવર બેઠકથી ભૂપેન્દ્ર યાદવ જીત્યા
ભૂપેન્દ્ર યાદવને જ્યારે ભાજપે યાદવોનું પ્રભુત્ત્વ ધરાવતી રાજસ્થાનની અલવર બેઠકથી ઉમેદવાર બનાવ્યા, ત્યારે તેમના સમર્થકોએ મતદારોને એક જ સંદેશો આપ્યો હતો કે જો તેઓ જીતીને લોકસભામાં પહોંચશે તો તેમને મોદી સરકારમાં મોટું પદ મળશે અને તેમનો સીધો લાભ અલવર બેઠકને પણ મેળવો.
શિવરાજ સિંહ ચૌહાણના નામની ચર્ચા
અહેવાલો અનુસાર, શિવરાજ સિંહ ચૌહાણને ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. આના બે મુખ્ય કારણો છે, જેમાંથી પહેલું કારણ એ છે કે ભાજપના વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાનો કાર્યકાળ 30મી જૂને પૂરો થઈ રહ્યો છે. બીજુ કારણ એ છે કે ભાજપ હવે નવા નેતૃત્વની શોધમાં છે.