Get The App

કોંગ્રેસના આ મંત્રીએ આપ્યો યોગી આદિત્યનાથ જેવો આદેશ, હાઇકમાન્ડે દિલ્હી બોલાવી લગાવી ફટકાર

Updated: Sep 26th, 2024


Google NewsGoogle News
કોંગ્રેસના આ મંત્રીએ આપ્યો યોગી આદિત્યનાથ જેવો આદેશ, હાઇકમાન્ડે દિલ્હી બોલાવી લગાવી ફટકાર 1 - image


Nameplate Dispute In Himachal Pradesh : કોંગ્રેસ શાસિત હિમાચલ સરકારના મંત્રી વિક્રમાદિત્ય સિંહે ભાજપ શાસિત ઉત્તર પ્રદેશની જેમ આદેશ જાહેર કરતા કોંગ્રેસ હાઈકમાન્ડ નારાજ થયા છે. ભાજપ શાસિત ઉત્તર પ્રદેશમાં 24મી સપ્ટેમ્બરના રોજ ઢાબા-રેસ્ટોરન્ટમાં કામ કરતા તમામનું પોલીસ વેરિફિકેશન તેમજ નામ ડિસ્પ્લે કરવાનું ફરજિયાત કરાયા આદેશ અપાયો હતો, ત્યારબાદ હિમાચલ સરકારના મંત્રીએ પણ 25મી સપ્ટેમ્બરના રોજ આવો જ આદેશ જાહેર કર્યો હતો. હવે આ આદેશને ધ્યાને લઈ કોંગ્રેસ હાઈકમાન્ડે વિક્રમાદિત્યને દિલ્હી બોલાવી ફટકાર લગાવી હોવાના અહેવાલો સામે આવ્યા છે.

વિક્રમાદિત્ય સિંહને કોંગ્રેસ હાઈકમાન્ડનું તેડું

મળતા અહેવાલો મુજબ હિમાચલ સરકારના મંત્રીએ યોગી આદિત્યનાથ જેવો આદેશ આપ્યા બાદ કોંગ્રેસ પાર્ટીમાં આંતરીક નારાજગી ઉભી થઈ છે અને આ બાબતને હાઈકમાન્ડે પણ ધ્યાને લીધી છે. આ મામલે હિમાચલ પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ શુક્લાએ કહ્યું કે, ‘અમારી સરકારે ઉત્તર પ્રદેશ સરકારની જેમ નિર્ણય લીધો નથી અને રાજ્યમાં શેરી વિક્રેતાઓને નિયમિત કામ કરવા માટે લાઈસન્સ પણ અપાશે.’

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ટી.એસ.સિંહે પણ હિમાચલ પ્રદેશ સરકારના આદેશથી વાંધો ઉઠાવ્યો છે.

ઢાબા-રેસ્ટોરન્ટમાં કામ કરતા તમામનું પોલીસ વેરિફિકેશન, નામ ડિસ્પ્લે કરવું ફરજિયાત; યોગીના નવા ફરમાનથી વિવાદ

વિક્રમાદિત્યે શું કહ્યું?

વિક્રમાદિત્ય સિંહે આ મામલે કહ્યું છે કે, ‘રાજ્ય સરકાર લોકોની ચિંતા અને આંતરિક સુરક્ષાને ધ્યાનમાં રાખશે. હિમાચલ સરકારના આદેશને ઉત્તર પ્રદેશ સરકારના આદેશ સાથે કોઈ લેવાદેવા નથી. ભારતના કોઈપણ ખૂણેથી કોઈ પણ વ્યક્તિ રોજગાર માટે હિમાચલમાં આવી શકે છે, પરંતુ રાજ્ય સરકાર રાજ્યની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરશે નહીં.’

યુપીની જેમ હિમાચલમાં સિસ્ટમ લાગુ કરાઈ, બોલ્યા હતા વિક્રમાદિત્ય

વિક્રમાદિત્યે કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશની જેમ હિમાચલમાં પણ આ સિસ્ટમ લાગુ કરાઈ છે અને તેમણે અધિકારીઓને ખાસ કરીને ખાદ્યપદાર્થો વેચનારાઓ માટે સિસ્ટમનો કડક અમલ કરવા સૂચના આપી છે. શેરી વિક્રેતાઓમાં વેચાતી ખાદ્ય વસ્તુઓ સ્વચ્છ અને પૌષ્ટિક હોવી જોઈએ.

યુપીની જેમ હવે હિમાચલમાં પણ દુકાનો પર માલિકના નામ અને ID લગાવવા ફરજિયાત, સરકારનો મોટો નિર્ણય


Google NewsGoogle News