Get The App

અયોધ્યાના મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ એરપોર્ટનું નામ બદલાશે, જાણો કેન્દ્રએ કયા નવા નામ માટે પ્રસ્તાવ મોકલ્યો

છઠ્ઠી જાન્યુઆરીથી અયોધ્યા એરપોર્ટ પરથી ભારતના મોટા શહેરોની ફ્લાઈટનું સંચાલન થશે

Updated: Dec 26th, 2023


Google NewsGoogle News
અયોધ્યાના મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ એરપોર્ટનું નામ બદલાશે, જાણો કેન્દ્રએ કયા નવા નામ માટે પ્રસ્તાવ મોકલ્યો 1 - image


Maryada Purushottam Shri Ram International Airport: અયોધ્યા રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તૈયારીઓ તેજ અને લોકોમાં ઉત્સાહ વધી રહ્યો છે. સાથે અયોધ્યાનો વિકાસ પણ કરવામાં આવી રહ્યો છે. અહીં રેલ્વે સ્ટેશનથી લઈને એરપોર્ટ સુધી દરેક સ્થળે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. અયોધ્યાનું નવું એરપોર્ટ આંતરરાષ્ટ્રીય સ્તરનું છે, જેનું નામ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ એરપોર્ટ છે.   અહેવાલ અનુસાર, હવે તેનું નામ બદલાવામાં આવી શકે છે. 

નવા એરપોર્ટ પર 6 જાન્યુઆરીથી શરૂ થશે ફ્લાઈટ

અહેવાલ અનુસાર, અયોધ્યાના નવા એરપોર્ટનું નામ બદલી શકાય છે. એરપોર્ટનું નામ મહર્ષિ વાલ્મીકિના નામ પર રાખવામાં આવે તેવી શક્યતા છે. આ માટે ઉત્તર પ્રદેશ સરકાર પણ કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલવા જઈ રહી છે. આ અંગે ટૂંક સમયમાં જ નિર્ણય લેવા પડશે. છઠ્ઠી જાન્યુઆરીથી અયોધ્યાના મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ભારતના મુખ્ય શહેરોની ફ્લાઈટનું સંચાલન શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી ડિસેમ્બરે તેનું ઉદ્ધાટન કરશે. 

રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં 7 હજાર લોકોને આમંત્રણ મોકલવામાં આવશે

રામલલાના પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવા માટે લોકોને આમંત્રણ મોકલવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રસંગે દેશભરમાંથી ચાર હજાર સાધુ-સંત સહિત સાત હજાર લોકોને આમંત્રણ આપવામાં આવશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, RSS પ્રમુખ મોહન ભાગવત સહિત ત્રણ હજાર VVIPને પણ આમંત્રણ મોકલાયું છે. આ સિવાય ક્રિકેટર સચિન તેંડુલકર, વિરાટ કોહલી, અભિનેતા અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, કંગના રણૌતના નામ પણ આ યાદીમાં છે.


Google NewsGoogle News