નાગપુરના સાઈકોલોજિસ્ટે 15 વર્ષમાં 50થી વધુ વિદ્યાર્થિનીનું શારીરિક શોષણ કરતાં ખળભળાટ
Maharastra nagpur Psychologist news | મહારાષ્ટ્રના નાગપુરથી એક હચમચાવી મૂકે તેવા અહેવાલ સામે આવ્યા છે. એક 45 વર્ષીય સાઈકોલોજિસ્ટ પર 50થી વધુ વિદ્યાર્થિનીનું શોષણ કર્યાના આરોપો લાગ્યા છે. સાઈકોલોજિસ્ટની ધરપકડ કરી લેવામાં આવી છે. તે નાગપુરના પૂર્વ ભાગમાં એક ક્લિનિક ચલાવતો હતો.
15 વર્ષોમાં 50 સ્ટુડન્ટ્સને હવસનો શિકાર બનાવી
માહિતી અનુસાર ડૉક્ટરે છેલ્લા 15 વર્ષોમાં 50 વિદ્યાર્થિનીઓને બ્લેકમેઇલ કરીને પોતાની હવસ સંતોષી હતી. પોલીસ અધિકારીએ આ મામલે કહ્યું કે આરોપી સામે પોક્સો અને એસસી-એસટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીએ કથિતરૂપે સ્ટુડન્ટ્સ એમાય ખાસ કરીને વિદ્યાર્થિનીઓને પર્સનલ અને પ્રોફેશનલ ડેવલપમેન્ટનો વાયદો કરીને જાળમાં ફસાવી અને તેમના માટે ટ્રિપ અને કેમ્પ આયોજિત કર્યા હતા. જ્યાં તે તેમનું શારીરિક શોષણ કરતો હતો.
બ્લેકમેઈલ કરતો હતો
પોલીસે જણાવ્યું કે આરોપી શારીરિક શોષણની ઘટનાને અંજામ આપતી વખતે પીડિતોની અશ્લીલ તસવીરો ખેંચી લેતો અને બાદમાં તેમને બ્લેકમેઇલ કરી પોતાના ફાયદા માટે તસવીરોનો ઉપયોગ કરતો હતો. આ ઘટનાનો ત્યારે ખુલાસો થયો જ્યારે એક સ્ટુડન્ટે મહદ અંશે બ્લેકમેઈલ સહન કર્યા બાદ પોલીસમાં ફરિયાદ કરી દીધી હતી. પીડિતોમાં અનેક વિવાહિત પણ છે એટલા માટે તે પોલીસ સામે આવીને ફરિયાદ કરવામાં ખચકાઈ રહી છે.