નાગપુરની કંપનીમાં ભયાનક બ્લાસ્ટ થતાં 9ના મોત, ચાર લોકો ગંભીર, રાહત અને બચાવ કાર્ય શરુ
કંપનીમાં કાસ્ટ બૂસ્ટર પ્લાન્ટમાં પેકિંગ સમયે ખુબ જ મોટો બ્લાસ્ટ થતા મોટી દુર્ઘટના બની
બ્લાસ્ટ એટલો ભયાનક હતો કંપનીની ઈમારતનો એક ભાગ ધરાશાયી થઈ ગયો
Blast in manufacturing company in Nagpur : મહારાષ્ટ્રના નાગપુરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં એક કંપનીમાં ભયાનક બ્લાસ્ટ થતાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ઘટનામાં 9 લોકોના મોત જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ
આ ઘટનાની વધુ વિગત મુજબ મહારાષ્ટ્રના નાગપુરથી 55 કિલોમીટર દૂર અમરાવતી રોડ પર બજાર ગામમાં આવેલી સોલાર એક્સપ્લોઝિવ કંપનીમાં કાસ્ટ બૂસ્ટર પ્લાન્ટમાં લગભગ સવારે 9 વાગ્યે પેકિંગ સમયે ખુબ જ મોટો બ્લાસ્ટ થતા મોટી દુર્ઘટના બની હતી જેમાં 9 લોકોના મોત થયા છે જેમાં 6 પુરુષ અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સુત્રોમાંથી મળતી વિગતો મુજબ આ ઘટનામાં મૃત્યુઆંક વધી શકે છે.
બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે ઈમારતનો એક ભાગ ધરાશાયી થયો
આ કંપનીમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હતી જેના કારણે અનેક લોકો ફસાઈ ગયા છે. હાલ ઘટનાસ્થળે રેસ્ક્યુ ટીમ પહોંચીને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢી રહી છે. હાલ આ બ્લાસ્ટ કેવી રીતે થયો તેનું કારણ સામે આવ્યું નથી. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કંપનીની ઈમારતનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો તેમજ બ્લાસ્ટનો અવાજ ખુબ જ દૂર સુધી સંભળાયો હતો અને આસપાસની ફેક્ટરીમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.