NAFED એ કાચા ચણાના સ્ટોકને લઈને કર્યો ખાસ પ્લાન, આ રહ્યું તેનું મુખ્ય કારણ
ચણાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 5,335ના લઘુત્તમ ટેકાના ભાવથી નીચે આવી ગયા છે.
20% કાચા ચણામાથી દાળ બનાવવામાં આવશે
Image Twitter |
તા. 11 જૂન 2023,રવિવાર
નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (નાફેડ) દ્વારા 20 ટકા તેના કાચા ચણાના સ્ટોકને ચણાની દાળ બનાવી તેને છુટક માર્કેટમાં સપ્લાય કરવા માટેની યોજના બનાવી છે. આ બાબતે બે સરકારી અધિકારીઓનું કહેવુ છે કે આ વિકાસ એવા સમયે થઈ રહ્યો છે કે જ્યારે સરકાર પાસે રાજનિતિક બફર જરુરિયાતની તુલનામાં અત્યારે ભારે માત્રામાં ચણા અને અન્ય દાળનો સ્ટોક ખૂબ ઓછા પ્રમાણમાં રહ્યો હતો.
હાલના સમયમાં નેફેડ પાસે લગભગ 3.6 મિલિયન ટન ચણા છે, જેમા આ વર્ષે એગ્રીકલ્ચર મિનિસ્ટ્રી તરફથી પ્રાઈસ સપોર્ટ સ્કીમ મુજબ ખરીદવામાં આવેલ 3.3 મિલિયન ટન સામેલ છે. રેકોર્ડ પ્રમાણે બજારમાં ઘટેલી કિંમત છેલ્લા બે વર્ષોમાં વધારે પ્રમાણમાં ખરીદવાનું પરિણામ છે.
ચણાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 5,335ના લઘુત્તમ ટેકાના ભાવથી નીચે આવી ગયા છે.
કૃષિ મંત્રાલય દ્વારા ખાદ્ય ઉત્પાદનના એક અંદાજ પ્રમાણે 2022-23 (જુલાઈ-જૂન)માં ચણાનું ઉત્પાદન 13.5 મેટ્રિક ટન થવાનું અનુમાન લગાવવામાં આવ્યુ છે. જે ગયા વર્ષની સરખામણીમાં સરખું છે. આ વર્ષે પણ વધારે પ્રમાણમાં ઉત્પાદનને કારણે ચણાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 5,335ના લઘુત્તમ ટેકાના ભાવથી નીચે આવી ગયા છે. જેના કારણે ખેડૂતો તેમની ઉપજ સરકારની ખરીદ એજન્સી નાફેડને વેચવા માટે આગળ આવી રહ્યા છે. જેથી ખેડૂતોને સારો ફાયદો થઈ શકશે.
લોરેન્સ રોડ માર્કેટમાં 5,100 થી 5,125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચાઈ રહ્યા છે
NIFED એ 2.3 મેટ્રિક ટનના વ્યૂહાત્મક માપદંડ સામે 4.27 મેટ્રિક ટનનો બફર સ્ટોક બનાવ્યો છે, જેમાં રોજીંદા જીવનમાં વપરાતી 5 જાતની દાળો સાથે સાથે ઈમ્પોર્ટ સ્ટોકનો સમાવેશ થાય છે. બજારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કાચા ચણાની જાતો દિલ્હીના લોરેન્સ રોડ માર્કેટમાં 5,100 થી 5,125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચાઈ રહ્યા છે.
20% કાચા ચણામાથી દાળ બનાવવામાં આવશે
એક સરકારી અધિકારીએ વાત કરતા કહ્યુ કે, કાચા ચણાના 20% સ્ટોકમાથી દાળ બનાવવાનો એક પ્રયોગ કરવામાં આવશે. આ પછી તેને રાજ્યોને મોકલાવશે અથવા તેને ઓપન માર્કેટમાં વેચાણ કરવુ તે બાબતે હજુ નક્કી કરવામાં આવ્યુ નથી. આને ખુલ્લા બજારમાં વેચી શકાય છે અથવા છૂટક વેચાણકર્તા વેપારીઓને આપી શકાય છે.