નાબાર્ડ દેશભરમાં ખાલી પડેલી 108 જગ્યા પર કરશે ભરતી, આ રહી અરજીની તમામ વિગતો
NABARD Jobs Vacancy: નેશનલ બેન્ક ફોર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટે (નાબાર્ડ) દેશભરમાં નાબાર્ડ ઓફિસ અટેન્ડન્ટ-ગ્રૂપ સીના પદ માટે ખાલી પડેલી 108 જગ્યા માટે ભરતી બહાર પાડી છે. જેમાં ઓનલાઈન અરજી 2 ઓક્ટોબરથી શરૂ થઈ ચૂકી છે. અરજદારો 21 ઓક્ટોબર સુધી અરજી કરી શકશે.
કોણ કરી શકશે અરજી
ઓફિસ અટેન્ડન્ટ માટે ધોરણ 10 પાસ વ્યક્તિ અરજી કરી શકશે. જેમાં વય મર્યાદા 18થી 30 વર્ષ છે. ઉમેદવારની પસંદગી રાઈટિંગ એક્ઝામ, લેન્ગવેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ દ્વારા થશે. નાબાર્ડમાં 108 હોદ્દા પર ભરતી થશે, જેમાં ગુજરાતમાં ત્રણ જગ્યા સામેલ છે. અન્ડર ગ્રેજ્યુઅટ વ્યક્તિ અરજી કરી શકશે, પરંતુ ગ્રેજ્યુએશન કે ઉચ્ચ અભ્યાસ કરનારા ઉમેદવાર અરજી માટે લાયક ગણાશે નહીં. વધુ વિગતો માટે આ લિંક પર ક્લિક કરો.
પગાર ધોરણ
પસંદગી કરવામાં આવેલા ઉમેદવારોનો બેઝિક પગાર માસિક ધોરણે રૂ. 10940થી શરૂ થશે. તમામ લાભોને સમાવિષ્ટ કરતાં માસિક ધોરણે ગ્રોસ ઈનકમ રૂ. 35000 રહેશે. આ સિવાય ઓફિસના હેતુ માટે પેટ્રોલ ભથ્થુ, ન્યૂઝ પેપર-બુક ગ્રાન્ટ, ઘરના ફર્નિચર માટે એલાઉન્સ, ઓપીડી, સહિત અન્ય વિવિધ ભથ્થાઓ પણ મળવા પાત્ર રહેશે. પસંદગી પામેલા ઉમેદવારોનો પ્રોબેશન પીરિયડ છ માસનો રહેશે.
અરજી ફી