ઈન્ડિયા સિમેન્ટ કંપનીના CEO અને MD એન. શ્રીનિવાસન સહિત બોર્ડના સભ્યોએ રાજીનામું આપ્યું
India Cements CEO Resign: ઈન્ડિયા સિમેન્ટ્સના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર એન. શ્રીનિવાસન સહિત બોર્ડના અન્ય સભ્યોએ તાત્કાલિક અસરથી રાજીનામું આપી દીધુ છે. અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા 32 ટકા હિસ્સો હસ્તગત કર્યા બાદ 25 ડિસેમ્બરે ઈન્ડિયા સિમેન્ટ્સના સીઈઓએ રાજીનામું આપ્યું હતું.
આ મહિને આદિત્ય બિરલા ગ્રુપની માલિકીની સિમેન્ટ કંપનીએ ઈન્ડિયા સિમેન્ટ્સના 10.13 કરોડ ઈક્વિટી શેર્સનું એક્વિઝિશન પૂર્ણ થયુ હતું. આ સાથે ઈન્ડિયા સિમેન્ટ 32.72 ટકા હિસ્સા સાથે અલ્ટ્રાટેક સિમેન્ટની પેટા કંપની બની છે.
આ પણ વાંચોઃ કૃષિ નિકાસ વધારવા છ વર્ષ જૂની નીતિની સમીક્ષા હાથ ધરવા સરકારની વિચારણા
ઈન્ડિયા સિમેન્ટ્સે રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું હતું કે, અલ્ટ્રાટેક દ્વારા એક્વિઝિશનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કંપનીના હાલના પ્રમોટર્સના નિયંત્રણો પૂર્ણ થતાં ઈન્ડિયા સિમેન્ટના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પદેથી એન. શ્રીનિવાસને રાજીનામું આપ્યું છે. શ્રીનિવાસનની પુત્રી રૂપા ગુરુનાથ, પત્ની ચિત્રા શ્રીનિવાસન અને વીએમ મોહને પણ બોર્ડમાંથી રાજીનામું આપ્યું હતું. ઇન્ડિયા સિમેન્ટે બુધવારે તેની એક્સચેન્જ ફાઇલિંગમાં પણ જણાવ્યું હતું કે, "24 ડિસેમ્બર, 2024ના રોજ ટ્રાન્જેક્શન પૂર્ણ થયા બાદ, અલ્ટ્રાટેક સિમેન્ટે કંપની પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યું છે અને LODR રેગ્યુલેશન્સને અનુસરીને કંપનીની પ્રમોટર બની છે."
અલ્ટ્રાટેક સિમેન્ટે ઓપન ઓફર મારફત ઈન્ડિયા સિમેન્ટ્સનો 26 ટકા સુધી હિસ્સો હસ્તગત કર્યો છે. 28 જુલાઈના રોજ અલ્ટ્રાટેકે તેના પ્રમોટર્સ અને તેના સહયોગીઓ પાસેથી રૂ. 3954 કરોડમાં 32.71 ટકા હિસ્સો હસ્તગત કર્યો હતો. ઓપન ઓફર ડીલ રૂ. 3142.35 કરોડમાં પૂર્ણ થઈ હતી. દામાણી ગ્રૂપ પાસેથી પણ ઈન્ડિયા સિમેન્ટમાં હિસ્સો રૂ. 1900 કરોડમાં ખરીદ્યો હતો.