તમામ મંદિરોમાં કરાશે 'સફાઇ કાર્યવાહી': તિરૂપતિ પ્રસાદ વિવાદની વચ્ચે નાયડુની મોટી જાહેરાત
Chandrababu Naidu Said Cleansing To All Temples : આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ તેલુગુ દેશમ પાર્ટીના કેન્દ્રીય કાર્યાલયમાં મીડિયાને સંબોધિત કરતી વખતે તિરૂપતિ પ્રસાદ વિવાદને લઈને નિવેદન આપતા કહ્યું હતું કે, 'રાજ્યના તમામ મંદિરોમાં 'સફાઈ કાર્યવાહી' ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.' તેમણે ધાર્મિક લાગણીઓને માન આપવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો હતો.
મુખ્યમંત્રીએ શું કહ્યું?
મુખ્યમંત્રીએ કહ્યું કે, 'તિરુપતિના લાડુમાં પશુની ચરબીની ભેળસેળના વિવાદ બાદ સરકાર ભવિષ્યની કાર્યવાહી અંગે હિન્દુ ધર્મના સંતો, પાદરીઓ અને અન્ય ટોચના નિષ્ણાતોની સલાહ લેશે. જેમાં પરામર્શ પછી સરકાર તિરુમાલા તિરુપતિ દેવસ્થાન (TTD) અંગે પોતાનો નિર્ણય લેશે, જે તિરુપતિમાં વિશ્વ પ્રસિદ્ધ શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરના સત્તાવાર સંરક્ષક છે.'
આ પણ વાંચો : તિરૂપતિ પ્રસાદ વિવાદ: પૂર્વ CM જગન રેડ્ડીએ PM મોદીને પત્ર લખી કરી આ માંગ
અગાઉની સરકારે શ્રી વેંકટેશ્વર મંદિરને પણ ન છોડ્યું
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની ધારાસભ્ય દળની બેઠક દરમિયાન મુખ્યમંત્રી નાયડુએ મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, 'અગાઉની વાયએસઆરસીપી સરકારે શ્રી વેંકટેશ્વર મંદિરને પણ છોડ્યું ન હતું અને લોકપ્રિય તિરુપતિના લાડુના પ્રસાદ બનાવવા માટે હલકી ગુણવત્તાવાળી સામગ્રી અને પશુની ચરબીનો ઉપયોગ કર્યો હતો.'
અયોધ્યામાં તિરૂપતિ જેવા લાડુ બનાવવાની કારીગરો લઈ ગયા હતા
તિરૂપતિના લાડુની મહિમા પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું કે, 'અનેક લોકો સારા પ્રસાદ બનાવવા માટે પ્રયત્ન કર્યા, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યાં. અયોધ્યામાં પણ તેમણે તિરૂપતિ જેવા લાડુ બનાવવાની કોશિશ કરી અને અહીંથી કારીગરોને લઈ ગયા છતાં આવું ન થયું. સમગ્ર મામલે મને અયોધ્યાના લોકોએ જણાવ્યું હતું.'
320 રૂપિયામાં કિલો ગાયનું ઘી કેવી રીતે ખરીદી શકાય?
તેમણે લાડુમાં વપરાતા ઘીમાં પશુની ચરબીના આરોપો અને NDDB લેબોરેટરીના અહેવાલને ખંડન કરવાને લઈને વાયએસ જગન મોહન રેડ્ડીની ટીકા કરી હતી. જ્યારે ટીડીપી ચીફે સવાલ કર્યો કે, 320 રૂપિયા પ્રતિ કિલોની ઓછી કિંમતે ગાયનું ઘી કેવી રીતે ખરીદી શકાય?