મોટી ટ્રેન દુર્ઘટના : મૈસૂર-દરભંગા એક્સપ્રેસની માલગાડી સાથે ટક્કર, 12 ડબા ખડી પડ્યાં, 20 ઘાયલ
Bhagmati Express Accident : બિહારના દરભંગાથી મૈસૂર જઈ રહેલી બાગમતી એક્સપ્રેસ ચેન્નાઈ નજીક એક માલગાડી સાથે અથડાઈ હતી, ત્યારબાદ ટ્રેનમાં આગ લાગી હતી. આ ઘટના કાવરાઈપેટ્ટઈ રેલવે સ્ટેશન પાસે બની હતી. આ ટ્રેન દુર્ઘટનામાં 12 ડબા પાટા પરથી ખડી પડ્યા હતા અને લગભગ 20 મુસાફરો ઈજાગ્રસ્ત થઇ ગયા હતા. જોકે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.
શું બની હતી ઘટના?
મળતી માહિતી અનુસાર, રાત્રે 8:50 કલાકે તામિલનાડુના તિરૂવલ્લૂરમાં ટ્રેન નંબર 12578 મૈસૂર-દરભંગા એક્સપ્રેસની એક માલગાડી સાથે ટક્કર થયા બાદ બે ડબ્બામાં આગ લાગવાની માહિતી મળી. ત્યારબાદ કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરવાના સમાચાર મળ્યા છે.
સ્થાનિક તંત્રએ કહ્યું કે, રેસ્ક્યૂ ટીમ ઘટના પર પહોંચી ગઈ છે અને લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ટ્રેન ઉભેલી માલગાડી સાથે ટકરાઈ છે.
જણાવી દઈએ કે, આ વર્ષે ફેબ્રુઆરીથી જુલાઈ સુધી અલગ અલગ રેલવે દુર્ઘટનાઓમાં મોટી સંખ્યામાં લોકોના જીવ ગયા છે. આ ઘટનાઓએ રેલવે સુરક્ષા ઉપાયોગની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કરી દીધા છે.