Get The App

VIDEO : મ્યાનમારમાં 2 જૂથો વચ્ચે યુદ્ધ, જીવ બચાવવા હજારો લોકો ભારતીય સરહદમાં પ્રવેશ્યા, મિઝોરમ આવ્યું મદદે

મ્યાનમારમાં PDFએ સૈન્ય શાસન વિરુદ્ધ યુદ્ધ શરૂ કરતા તંગદીલી, હવાઈ હુમલા-ફાયરિંગ બાદ નાસભાગ

મિઝોરમની શરણે આવેલા મ્યાનમારના 40 સૈનિકો સહિત 5000 નાગરિકોને તમામ સુવિધા પુરી પડાઈ

Updated: Nov 16th, 2023


Google NewsGoogle News
VIDEO : મ્યાનમારમાં 2 જૂથો વચ્ચે યુદ્ધ, જીવ બચાવવા હજારો લોકો ભારતીય સરહદમાં પ્રવેશ્યા, મિઝોરમ આવ્યું મદદે 1 - image

આઈઝોલ, તા.16 નવેમ્બર-2023, ગુરુવાર

મ્યાનમાંર (Myanmar War)માં ભારે ગૃહયુદ્ધ છેડાયું છે. અહીં જુંટા આર્મી અને મલેશિયાઈ પીપુલ્સ ડિફેન્સ ફોર્સ (PDF) વચ્ચે ભારે જંગદીલી સર્જાઈ છે. એટલું જ નહીં સતત હવાઈ હુમલા અને ફાયરિંગના કારણે લોકોના જીવ તાંડવે ચોટી ગયા છે, જેના કારણે હજારો લોકો ત્યાંથી ભાગી આવી ભારતીય સરહદમાં પ્રવેશ્યા છે. મળતા અહેવાલો મુજબ અત્યાર સુધીમાં મ્યાનમારના 5000 નાગરિકો ભાગીને મિઝોરમ (Mizoram)ના ચિમ્ફાઈ જિલ્લાના જોખાવથર વિસ્તારમાં આશ્રય લઈ રહ્યા છે. આ વિસ્તાર મ્યાનમારને અડીને આવેલો છે. ઉપરાંત મિઝોરમના લોકો પણ આ લોકોની મદદ આવી ગયા છે.

મ્યાનમારના 5000 નાગરિકો મિઝોરમમાં આશ્રય લેવા મજબુર

દરમિયાન મ્યાનમારમાં છેલ્લા ઘણા દિવસોથી સૈન્ય શાસન વિરુદ્ધ PDFએ યુદ્ધ છંછેડ્યું છે, અહીં સેના દ્વારા વિમાની હુમલા પણ શરૂ થઈ ગયા છે, જેના કારણે મહિલાઓ, બાળકો, વૃદ્ધિ સહિત યુવાઓ પોતાનો જીવ બચાવવા આમતેમ ભાગી રહ્યા છે. મ્યાનમારના લોકો જીવ બચાવવા ભારતીય સરહદ તરફ ભાગવા લાગ્યા છે. મળતા અહેવાલો મુજબ અત્યાર સુધીમાં 5000થી વધુ લોકોએ મિઝોરમના જોખાવથર વિસ્તારમાં આશ્રય લઈ રહ્યા છે. 

મિઝોરમે મ્યાનમારના નાગરિકોને તમામ સુવિધા પુરી પાડી

મિઝોરમ પણ આ લોકોની વહારે આવી ગયું છે અને શક્ય તમામ મદદ કરી રહ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર, NGO, યંગ મિઝો એસોસિએશન અને ગ્રામ્ય પરિષદ મ્યાનમારના નાગરિકોને દરેક શક્ય રીતે મદદ કરી રહ્યા છે. નાગરિકો માટે ખાણી-પીણી, કપડા, દવાઓ સહિતની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ઉપરાંત ટેન્ટ પણ પુરા પાડવામાં આવી રહ્યા છે. જોખાવથર યંગ મિઝોરમ એસોસિએશનના નેતાના જણાવ્યા મુજબ, મ્યાનમારના નાગરિકો માટે ચારથી પાંચ રાહત અને આશ્રય શિબિરો બનાવાયા છે.

જુંટા આર્મી અને મલેશિયાઈ પીડીએફ વચ્ચે ઘર્ષણ

ઉલ્લેખનિય છે કે, પીપુલ્સ ડિફેન્સ ફોર્સે (PDF) મ્યાનમારના ચીન રાજ્યમાં ખાવમાવી અને રિહખાવદાર વિસ્તારમાં 2 સૈન્ય અડ્ડાઓ પર હુમલો કર્યો હતો. પીડીએફએ આ બંને સૈન્ય અડ્ડાઓ પર કબજો કરી લીધો છે. આ દરમિયાન મ્યાનમારની સત્તાધારી જુંટા સમર્થિત સેના અને મલેશિયા જૂથ PDF વચ્ચે ફાયરિંગ થયું હતું. ત્યારબાદ મ્યાનમારમાં તણાવ વધી ગયો છે અને લોકો ભાગીને ભારતમાં આશ્રય લેવા મજબુર બન્યા છે.

ઘર્ષણ શાંત પડ્યું હોવાનો ભારતીય અધિકારીઓનો દાવો

દરમિયાન ભારતમાં આશ્રય લઈ રહેલા મ્યાનમારના નાગરિકો અંગે ભારતીય અધિકારીઓએ જણાવ્યું કે, મ્યાનમારના પશ્ચિમ ચિન રાજ્યમાં ભારે સંઘર્ષમાં ભાગીને આવેલા મ્યાનમારના નાગરિકો ભાગીને ઉત્તરપૂર્વ ભારતમાં પ્રવેશ્યા હતા, જોકે હવે તેઓએ વતન પરત ફરવાનું શરૂ કરી દીધું છે. મિઝોરમના ચિમ્ફાઈ જિલ્લાના ડેપ્યુટી કમિશનર જેમ્સ લાલરિંચનાએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું કે, અમને ગઈકાલે કોઈપણ પ્રકારના હવાઈ હુમલા કે ફાયરિંગનો અવાજ સંભળાયો નથી. મ્યાનમારમાં સર્જાયેલી સ્થિતિ સામાન્ય થયાની સંભાવના છે, જેના કારણે શરણાર્થીઓ પરત ફરી રહ્યા છે. આ ઘર્ષણમાં મ્યાનમારની સેનાના 40 સૈનિકોએ પણ ભારતમાં આશ્રય લેવાની ફરજ પડી હતી.


Google NewsGoogle News