I.N.D.I.A. ગઠબંધનમાં ખેંચતાણ કેમ? હજુ બેઠકની વહેંચણી થઈ નથી અને CM ફેસ મુદ્દે નિવેદનબાજી

Updated: Aug 9th, 2024


Google NewsGoogle News
Uddhav Thackeray, Sanjay Raut, Rahul Gandhi


Maharashtra CM New face On Assembly Elections : મહારાષ્ટ્રમાં આગામી મહીનામાં વિધાનસભાની ચૂંટણી પ્રસ્તાવિત છે. આ દરમિયાન સત્તાધારી મહાયુતિ અને વિપક્ષ મહાવિકાસ અઘાડી  (MVA) ગઠબંધન વચ્ચેની બેઠકોની વહેંચણીને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. લોકસભા ચૂંટણીમાં સારા પરિણામને લઈને ઉત્સાહિત MVAમાં એક તરફ બેઠકોની વહેંચણીને લઈને આંતરિક ખેંચતાણ જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ, હવે શિવસેનાના સાંસદ સંજય રાઉતે CM ચહેરાના મુદ્દાને લઈને ગઠબંધન પક્ષોમાં ખેંચતાણમાં વધી શકે છે. સંજય રાઉતે આજે (9 ઓગસ્ટ) ભારપૂર્વક જણાવ્યું હતું કે, 'MVAએ વિધાનસભા ચૂંટણી પહેલા જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીપદના ચહેરાની જાહેરાત કરવી જોઈએ.'

MVAએ રાજ્યમાં મુખ્યમંત્રીપદના ચહેરા માટે સામૂહિક રીતે લોબિંગ કરવાનું ટાળ્યું

ઉદ્ધવ ઠાકરેની ત્રણ દિવસની દિલ્હી મુલાકાત અને કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે મળેલી બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ટિપ્પણી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં MVAએ રાજ્યમાં મુખ્યમંત્રીપદના ચહેરા માટે સામૂહિક રીતે લોબિંગ કરવાનું ટાળ્યું છે. જ્યારે મહારાષ્ટ્રમાં ઓક્ટોબરમાં ચૂંટણી યોજાશે.

ઠાકરે અને રાહુલ ગાંધી સતત કેન્દ્રના દમનકારી વલણ સામે અવાજ ઉઠાવે છે

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીપદ માટે ઉદ્ધવ ઠાકરેની ઉમેદવારી પર જોર મુકવામાં આવે છે? તેવો પ્રશ્ન પૂછવામાં આવતા રાઉતે સીધો જવાબ આપવાની જગ્યાએ પોતાનો બચાવ કરતી વખતે કહ્યું હતું કે, 'તેમની પાર્ટીના અધ્યક્ષ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની નેતૃત્વ વાળી NDA સરકારની નીતિઓ સામે અવાજ ઉઠાવવામાં સૌથી આગળ રહે છે.' નવી દિલ્હી ખાતે શિવસેના પાર્ટીના રાજ્યસભાના સાંસદે કહ્યું કે, 'ઠાકરે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સતત કેન્દ્રના દમનકારી વલણ સામે અવાજ ઉઠાવતા રહ્યા છે.'

...તો અમે ભાજપના નેતૃત્વ વાળી NDAને હરાવી શક્યાં હોત

રાઉતે કહ્યું કે, 'રાજ્ય ચૂંટણી માટે એક ચહેરો હોવો જરુરી છે. લોકસભા ચૂંટણીમાં જો રાહુલ ગાંધી વિપક્ષનો ચહેરો હોય, તો અમે ભાજપના નેતૃત્વ વાળી NDAને હરાવી શક્યાં હોત. રાહુલ ગાંધી દ્વારા વિપક્ષના નેતા તરીકે પદ સ્વીકાર કર્યાં પછી જ દેશમાં આત્મવિશ્વાસ જાગ્યો છે. એટલા માટે વિપક્ષ અને સત્તાધારી પાર્ટી બંને માટે એક ચહેરો જરૂરી છે.'

ઠાકરે MVAના મુખ્યમંત્રીપદના ઉમેદવાર રહેશે?

શું તેમનો મતલબ એમ છે કે ઠાકરે MVAના મુખ્યમંત્રીપદના ઉમેદવાર રહેશે? તેવો પ્રશ્ન પૂછતાં, રાઉતે કહ્યું કે, 'લોકસભા ચૂંટણીમાં માત્ર રાહુલ ગાંધી અને ઉદ્ધવ ઠાકરે જ વિપક્ષનો ચહેરો બન્યાં.' MVAમાં શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો સમાવેશ થાય છે. 

મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઠાકરેની તૈયારી

મહારાષ્ટ્રમાં MVA સરકારનું નેતૃત્વ કરી ચૂકેલા ઉદ્ધવ ઠાકરે દ્વારા સંકેત આપવામાં આવ્યો છે કે, તેમણે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રીના ચહેરા તરીકે સામે આવવા માટે તૈયાર છે. જ્યારે એવુ માનવામાં આવે છે કે આ પછી જ રાઉતની આ પ્રકારની ટિપ્પણી સામે આવી હતી. ઠાકરે આ અઠવાડિયાની શરૂઆતમાં નવી દિલ્હીમાં હતા ત્યારે તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ કે.સી. વેણુગોપાલ અને I.N.D.I.A.ના અન્ય ઘટક પક્ષોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી.

I.N.D.I.A. ગઠબંધનમાં ખેંચતાણ કેમ? હજુ બેઠકની વહેંચણી થઈ નથી અને CM ફેસ મુદ્દે નિવેદનબાજી 2 - image


Google NewsGoogle News