Get The App

ભાજપ નેતાની હેવાનિયત, 4 વર્ષ સુધી યુવતીને પીંખી નાખી, ભાંડો ફૂટતાં જ ફરાર, પાર્ટીએ છેડો ફાડ્યો!

Updated: Dec 12th, 2024


Google NewsGoogle News
ભાજપ નેતાની હેવાનિયત, 4 વર્ષ સુધી યુવતીને પીંખી નાખી, ભાંડો ફૂટતાં જ ફરાર, પાર્ટીએ છેડો ફાડ્યો! 1 - image


Madhyapradesh BJP Leader Yogendra Solanki: મધ્યપ્રદેશના વિદિશા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ના નેતા યોગેન્દ્ર સિંહ સોલંકી પર 23 વર્ષની તેમના નજીકના સંબંધીની છોકરીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ભાજપાની પ્રદેશ એકમે આરોપી સાથે છેડો ફાડતાં કહ્યું કે યોગેન્દ્ર સિંહ સોલંકીએ રાજીનામું આપી દીધું છે. યોગેન્દ્ર સિંહ સોલંકી આરોપો લાગ્યા પછી ફરાર છે અને હજુ સુધી પોલીસ પકડથી દૂર છે. 

પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે યોગેન્દ્ર સિંહ સોલંકી પર આરોપ લાગેલા આરોપોને શેર કરતાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને ઘેર્યા છે. તેમણે પૂછ્યું કે શું ભાજપાનું ચરિત્ર અને ચહેરો આવો જ બની ગયો છે? તેમણે આગળ લખ્યું કે ડૉ. બી.ડી. શર્માજી અને શિવરાજ સિંહને હું ટેગ નથી કરી રહ્યો કારણ કે તેમની પાસે કોઇ આશા નથી. 

પોલીસ ઇન્સ્પેક્ટર આશુતોષ સિંહ રાજપૂતે જણાવ્યું કે ભાજપની વિદિશા જિલ્લાની એકમના ઉપાધ્યક્ષ યોગેન્દ્ર સિંહ સોલંકી વિરૂદ્ધ તત્કાલીન ભારતીય દંડ સંહિતાની કલમ 376 (બળાત્કાર માટે દંડ) અને 506 (ધમકી) અંતગર્ત કેસ દાખલ કરવામાં આવ્યો છે કારણ કે આ જુનો જુલાઇમાં ભારતીય ન્યાય સંહિતાના લાગૂ થયા પહેલાં કરવામાં આવ્યો હતો. 

તેમણે જણાવ્યું કે એક મહિલાની ફરિયાદના આધારે 5 ડિસેમ્બરના રોજ એફઆઇઆર નોંધવામાં આવી અને તપાસના આધારે કાર્યવાહી કરવામાં આવશે. યોગેન્દ્ર સિંહ સોલંકીએ દુષ્કર્મનો કેસ દાખલ થયા બાદ રવિવારે રાત્રે રાજીનામું આપતાં કહ્યું કે તેમને ફસાવવામાં આવી રહ્યા છે. દુષ્કર્મના આરોપોમાંથી મુક્ત થાય ત્યાં સુધી તે પાર્ટીમાંથી બહાર રહેવા માંગે છે. વિદિશા ભાજપા જિલ્લા અધ્યક્ષ રાકેશ જાદૌને કહ્યું કહ્યું કે 'યોગેન્દ્ર સિંહ સોલંકી હવે ભાજપમાં નથી. તેમનું રાજીનામું સોમવારે સ્વિકારી લેવામાં આવ્યું છે.' 

આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે પીડિતાનું લાંબા સમયથી સુધી યૌન શોષણ કરવામાં આવી રહ્યું હતું.  રાજપૂતે જણાવ્યું કે 'ફરિયાદકર્તા અનુસાર આરોપીની તેના ઘર સુધી પહોંચ હતી. પોલીસ તેમના મેડિકલ રિપોર્ટને ફોરેન્સિક તપાસ માટે મોકલશે.' વિદિશાના પોલીસ ઇન્સ્પેક્ટર રોહિત કેશવાનીએ  જણાવ્યું કે ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે ઝડપથી કાર્યવાહી હાથ ધરી છે.   


Google NewsGoogle News