'તમામ ખોટા કામોમાં મુસ્લિમ સામેલ હોય છે', જાણો AIUDFના ચીફ મૌલાના બદરુદ્દીને શા માટે આવ્યું કહ્યું...

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
'તમામ ખોટા કામોમાં મુસ્લિમ સામેલ હોય છે', જાણો AIUDFના ચીફ મૌલાના બદરુદ્દીને શા માટે આવ્યું કહ્યું... 1 - image

Image Source: Twitter

-  બદરુદ્દીન અજમલે મુસ્લિમ સમુદાયમાં શિક્ષણના અભાવ પર ચિંતા વ્યક્ત કરી 

ગુવાહાટી, તા. 28 ઓક્ટોબર 2023, શનિવાર

આસામના ઓલ ઈન્ડિયા યૂનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના ચીફ મૌલાના બદરુદ્દીન અજમલે રેપ, ચોરી અને લૂંટ જેવા ગુનાઓમાં મુસ્લિમોને નંબર 1 ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, અમે જેલ જવામાં પણ નંબર 1 છીએ. બદરુદ્દીને આ નિવેદન 20 ઓક્ટોબરના રોજ આસામમાં એક કાર્યક્રમ દરમિયાન આપ્યુ હતું. ત્યારબાદથી તેમની ટીકા કરવામાં આવી રહી છે. જોકે, બદરુદ્દીન પોતાના નિવેદન પર કાયમ છે. બીજી તરફ એક ઈન્ટરવ્યુમાં પોતાના નિવદનની સ્પષ્ટતા આપતા તેમણે કહ્યુ કે, મેં કંઈ ખોટુ નથી કહ્યું. ગુનાઓમાં સામેલ થવાની આદત સીધી રીતે શિક્ષણના અભાવથી જોડાયેલી છે. 

આસામના ગોલપારા જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન બદરુદ્દીન અજમલે મુસ્લિમ સમુદાયમાં શિક્ષણના અભાવ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેના કારણે મુસ્લિમો ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધુ સામેલ થાય છે. તેમણે આગળ કહ્યું કે, અમારા બાળકોને શાળાએ જવાનો સમય નથી પરંતુ જુગાર રમવાનો અને લોકો સાથે છેતરપિંડી કરવાનો ખૂબ સમય છે. આ તમામ ખોટા કામોમાં મુસ્લિમો સામેલ છે. આ દુઃખદ વાત છે.

તેમણે કહ્યું કે, લોકો ચંદ્ર અને સૂરજ પર પહોંચી રહ્યા છે અને અમે જેલ જવા પર પીએચડી કરી રહ્યા છે. કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ચાલ્યા જાઓ તમને જોવા મળી જશે કે, કોણ સંપૂર્ણ બહુમતમાં છે. તેમણે આ ઈન્ટરવ્યુમાં કહ્યું કે, મેં વિશ્વભરમાં મુસ્લિમ સમુદાયોમાં શિક્ષણનો અભાવ જોયો છે અને મેં ઘણી વાર એ વાત કહી છે કે, આપણા બાળકો શિક્ષણ નથી લઈ રહ્યા. હાયર એજ્યુકેશન નથી લઈ રહ્યા અને અહીં સુધી કે તેઓ મેટ્રિક પણ નથી કરતા. યુવાનોને શિક્ષણનું મહત્વ બતાવવા માટે મેં ગુનામાં નબર 1 વાળી વાત કહી હતી.


Google NewsGoogle News