Get The App

મતદાન દરમિયાન બુરખો હટાવીને ના કરો ચેકિંગ: સમાજવાદી પાર્ટીનો ચૂંટણી પંચને પત્ર

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
 Muslim Women Burkha


Uttar Pradesh Bypolls: ઉત્તરપ્રદેશના 9 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પહેલાં જ સમાજવાદી પાર્ટીએ ચૂંટણી પંચને પત્ર લખ્યો છે. અખિલેશ યાદવના પક્ષે આ પત્રમાં ચૂંટણી પંચને માગ કરી છે કે, મતદાન દરમિયાન મુસ્લિમ મહિલાઓનો બુરખો હટાવી ચેકિંગ ન કરવામાં આવે.

સપાએ પત્રમાં લખ્યું છે કે, મહિલાઓ જો બુરખો પહેરી મતદાન કરે તો પોલીસ તેમાં હસ્તક્ષેપ ન કરે. મુસ્લિમ મહિલાઓનો બુરખો હટાવી ચેક કરવા મુદ્દે તેઓ ભયભીત બની છે. અને તેઓ મતદાન કરવાનું ટાળે છે.

ભાજપે કર્યો વિરોધ

સપાની આ માગથી રાજકારણ હચમચી ઉઠ્યું છે. ભાજપે અનેક અવસર પર બુરખાધારી મહિલા મતદારોની તપાસ કરવા માગ કરી છે. દિલ્હીની સાત બેઠકો પર આયોજિત લોકસભા ચૂંટણી પહેલાં ભાજપની દિલ્હી યુનિટે પણ આ પ્રકારની માગ કરી હતી.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર: ભાજપના વિનોદ તાવડે પર 5 કરોડ વહેંચવાનો આરોપ, વિપક્ષ ચૂંટણી પંચ સામે આક્રમક

ભાજપના દિલ્હી યુનિટી કરી આ માગ

દિલ્હીમાં લોકસભા ચૂંટણી પહેલા દિલ્હી ભાજપના એક પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચને પત્ર લખી માગ કરી હતી કે, મતદાન સમયે દિલ્હીમાં જે પણ બુરખો પહેરી કે મોઢા પર માસ્ક લગાવી મતદાન કરવા આવે છે, તેમની સંપૂર્ણપણે તપાસ કરવી જોઈએ બાદમાં જ તેમને મત આપવો જોઈએ. મહિલા અધિકારી કે મહિલા પોલીસ તેમનો ચહેરો જોઈ શકે છે.

આ બેઠકો પર આવતીકાલે ચૂંટણી

ઉત્તર પ્રદેશની નવ વિધાનસભા બેઠકો પર આવતીકાલે 20 નવેમ્બરે ચૂંટણી યોજાશે. 23 નવેમ્બરે તેના પરિણામો જાહેર થશે. ઉત્તર પ્રદેશમાં કટેહરી, કરહલ, મીરાપુર, ગાઝિયાબાદ, મઝાવાં, શીશમઉ, ખૈર, ફૂલપુર, અને કુંદરકી બેઠક પર ચૂંટણી યોજાશે, જ્યારે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી યોજાશે.

મતદાન દરમિયાન બુરખો હટાવીને ના કરો ચેકિંગ: સમાજવાદી પાર્ટીનો ચૂંટણી પંચને પત્ર 2 - image


Google NewsGoogle News