મુસ્લિમ પુરુષોના એકથી વધુ લગ્નની નોંધણી અંગે હાઇકોર્ટનો મહત્ત્વનો નિર્ણય, જાણો શું કહ્યું
Muslim Marriage Registration : મુસ્લિમ પુરુષોના એકથી વધુ લગ્નની નોંધણી અંગે હાઇકોર્ટે મહત્ત્વનો નિર્ણય સંભળાવ્યો છે. બોમ્બે હાઇકોર્ટે ત્રીજી પત્ની સાથેના લગ્ન રજિસ્ટર કરવા ઇચ્છતા શખ્સના કેસમાં કહ્યું છે કે, મુસ્લિમ શખ્સ એકથી વધુ લગ્ન રજિસ્ટર કરાવી શકે છે કેમ કે તેમના પર્સનલ લોમાં એકથી વધુ લગ્નને પરવાનગી છે.
ત્રીજા લગ્નના કારણે અરજી ફગાવાઈ : અરજદારનો દાવો
અલ્ગેરિયાની મહિલા સાથેના ત્રીજા લગ્નની નોંધણી કરાવવા મુસ્લિમ શખ્સે ફેબ્રુઆરીમાં કરેલી અરજી પર નિર્ણય લેવા થાણે મહાપાલિકાના ડેપ્યુટી મેરેજ રજિસ્ટ્રેશન ઑફિસને 15 ઑક્ટોબરે નિર્દેશ આપવામાં આવ્યો છે. દંપતીએ અરજીમાં મેરેજ સર્ટિફિકેટ જાહેર કરવાનો નિર્દેશ માગ્યો હતો અને દાવો કર્યો હતો કે તેમની અરજી ત્રીજા લગ્ન હોવાથી ફગાવાઈ છે. મહારાષ્ટ્ર, રેગ્યુલેશન ઑફ મેરેજ બ્યુરો અને રજિશસ્ટ્રેશન ઑફ મેરેજ ઍક્ટ હેઠળ લગ્નની વ્યાખ્યા એક જ લગ્ન તરીકેની હોવાથી રજિસ્ટ્રેશન નકારાયું હતું.
આ પણ વાંચો : બોમ્બે હાઇકોર્ટે છોટા રાજનના જામીન મંજૂર કર્યા, આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યો હતો
પર્સનલ લો હેઠળ તેમને ચાર પત્ની કરવાની છૂટ : હાઇકોર્ટ
કોર્ટે જોકે ગેરસમજણ હોવાનું જણાવીને સ્પષ્ટ કર્યું હતું કે કાયદાની આખી યોજનામાં મુસ્લિમ શખ્સને ત્રીજા લગ્નની નોંધણીથી બાદ કરવાનું ક્યાંય નથી જણાવાયું. પર્સનલ લો હેઠળ તેમને ચાર પત્ની કરવાની છૂટ છે. આજ ઑથોરિટીએ બીજી પત્ની સાથેના લગ્નની નોંધણી કરી હોવાની પણ કોર્ટે નોંધ કરી હતી. કોર્ટે અરજદારોને તમામ દસ્તાવેજો બે સપ્તાહમાં રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. ત્યાર બાદ થાણેની સંબંધિત ઑથોરિટીએ સુનાવણી કરીને રજિસ્ટ્રેશન કરવા અથવા નહીં કરવાનું કારણ દસ દિવસમાં આપવાનું રહેશે.
દંપતીને સર્ટિફિકેટ આપવા થાણે પાલિકાને આદેશ
કોર્ટે દંપતીને તમામ જરૂરી દસ્તાવેજો બે અઠવાડિયામાં જમા કરાવવાનો નિર્દેશ આપ્યો છે. દસ્તાવેજો મળ્યા બાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનને 10 દિવસમાં લગ્નનું પ્રમાણપત્ર આપવા અથવા વ્યક્તિગત સુનાવણી પછી તેનો અસ્વીકાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યાં સુધી મહિલા વિરુદ્ધ કોઈપણ કડક કાર્યવાહી કરવામાં આવશે નહીં, જેનો પાસપોર્ટ મે મહિનામાં સમાપ્ત થઈ ગયો છે.