Get The App

મુસ્લિમ પરિવારના લગ્નની કંકોત્રીમાં 'ગણપતિ દાદા' ની તસવીરથી મહેમાનો ગોથે ચઢ્યાં, કારણ જાણી ચોંકશો

Updated: Nov 8th, 2024


Google NewsGoogle News
મુસ્લિમ પરિવારના લગ્નની કંકોત્રીમાં 'ગણપતિ દાદા' ની તસવીરથી મહેમાનો ગોથે ચઢ્યાં, કારણ જાણી ચોંકશો 1 - image


Photo of Hindu God in Muslim family's wedding card: હાલમાં સોશિયલ મીડિયા પર રોજ અવનવી ખબરો વાયરલ થતી હોય છે. તહેવારો બાદ હવે લગ્ન સિઝન શરૂ થઈ ગઈ છે. ત્યારે હવે ઉત્તર પ્રદેશના અમેઠીની એક ખૂબ જ ચોંકાવનારી ખબર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે જેણે તમામનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. અમેઠીના એક મુસ્લિમ પરિવારે પોતાની દીકરીના લગ્નની કંકોત્રી ખૂબ જ ખાસ રીતે છપાવી છે. આ મુસ્લિમ પરિવારે પોતાની દીકરીના લગ્નની કંકોત્રી હિન્દુ રીતિ-રિવાજ પ્રમાણે છપાવી છે.

લગ્ન કંકોત્રીમાં સૌથી ઉપર 'ગણપતિ દાદા' અને 'શ્રીકૃષ્ણ'ની તસવીરો

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ લગ્ન કંકોત્રીમાં સૌથી ઉપર 'ગણપતિ દાદા' અને 'શ્રીકૃષ્ણ'ની તસવીરો છે. મુસ્લિમ પરિવારની દીકરીની લગ્ન કંકોત્રી હિન્દુ રિતિ-રિવાજ પ્રમાણે છપાવતાં બધા આશ્ચર્યમાં તો પડ્યા જ પરંતુ સાથે-સાથે તેની પ્રશંસા પણ કરી. આ લગ્ન કંકોત્રી સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહી છે. 

આનું કારણ શું?

પોતાની દીકરીના લગ્ન માટે અનોખું પગલું ભરતા અમેઠી તિલોઈ ક્ષેત્રે પૂરે અલ્લાદિન ગામનો આ પરિવાર અત્યારે ખૂબ ચર્ચામાં છે. આ લગ્નની કંકોત્રીમાં વરરાજા અને વહુ સહિત બધાના જ નામ મુસ્લિમ છે, પરંતુ દેવી-દેવતાઓની તસવીર તેને એક ખાસ ઓળખ આપે છે. 8 નવેમ્બરના લગ્નના કાર્ડ પર એડ્રેસ પણ લખ્યું છે. આ પરિવારે પોતાના અનોખા પગલાથી ગામ લોકોનું દિલ જીતી લીધું છે. 


હવે લગ્ન કંકોત્રીમાં 'ગણપતિ દાદા' અને 'શ્રીકૃષ્ણ'ની તસવીરો અંગે શબ્બીર ઉર્ફે ટાઈગરે કહ્યું કે, મારી દીકરી સાયમા બાનોના નિગાહ રાયબરેલી મહારાજગંજ ક્ષેત્રના સેનપુર ગામમાં રહેતા ઈરફાનથી નક્કી થયા છે. તેમણે કહ્યું કે, અમે હિન્દુ રીતિ-રિવાજ પ્રમાણે આ કંકોત્રી એટલા માટે છપાવી કે, જેથી અમે અમારા હિન્દુ ભાઈઓને પણ લગ્નમાં આમંત્રિત કરી શકીએ અને હિન્દુ-મુસ્લિમ એકતાનો સંદેશ આપી શકીએ. તેમણે લોકોને બતાવી દીધું કે, ધર્મ ઉપર માનવતા હોય છે અને આપણે બધા એક જ છીએ. 

આ પણ વાંચો: 35 વર્ષની વયે ટીવી એક્ટર નીતિન ચૌહાણનું નિધન, મિત્રનો દાવો- આપઘાત કર્યો


Google NewsGoogle News