અડવાણી-મુરલી મનોહરને રામ મંદિર ઉદ્ધાટન પ્રસંગે આમંત્રણ, પહેલા નહીં જવા અપીલ કરી હતી
મુરલી મનોહર જોશી અને લાલકૃષ્ણ અડવાણીને અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024 ના દિવસે રામ મંદિર ઉદ્ધાટન સમારોહમાં આવવા અપાયું આંમત્રણ
Image Sociial Media |
તા. 19 ડિસેમ્બર 2023, મંગળવાર
રામ મંદિર બનાવવાને લઈને આંદોલન કરનારા વરિષ્ટ નેતા મુરલી મનોહર જોશી- લાલકૃષ્ણ અડવાણીને અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024 ના દિવસે રામ મંદિર ઉદ્ધાટન સમારંભમાં આવવાનું આંમત્રણ આપવામાં આવ્યું છે.
Image Twitter |
બન્ને વરિષ્ઠો રામ મંદિર ઉદ્ધાટન સમારોહમાં આવશે
વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે જણાવ્યું હતું કે, રામ મંદિર આંદોલનના પ્રણેતા લાલકૃષ્ણ અડવાણી અને ડૉ. મુરલી મનોહર જોશીને 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ મળ્યું છે. બંને વરિષ્ઠોએ કહ્યું કે રામ મંદિર ઉદ્ધાટન સમારોહમાં આવવા માટે પૂરો પ્રયાસ કરશે.
અગાઉ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે બન્ને વરિષ્ઠોને મહોત્સવમાં ન આવવા અપીલ કરી હતી
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 2024માં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે જેને લઈને રામ ભક્તોમાં ઉત્સાહ છે અને આ પ્રાણ પ્રતિષ્ઠામાં દેશભરમાંથી નેતાઓ, ક્રિકેટર સહિત અનેક જાણીતી હસ્તીઓ પણ ઉપસ્થિત રહેશે ત્યારે હવે મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને આ મહોત્સવમાં ન આવવાની અપીલ કરી છે.
ચંપત રાયે ગઈકાલે પ્રત્રકાર પરિષદ કરી હતી
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં લાંબા વર્ષોના સંઘર્ષ બાદ 22મી જાન્યુઆરી 2024એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે જેમાં દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ પહોંચશે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સમાં હાજરી આપવા માટે અનેક નેતાઓ, ક્રિકેટરો અને જાણીતી હસ્તીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે ત્યારે હવે રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના મહાસિચ ચંપત રાયે ગઈકાલે પ્રત્રકાર પરિષદમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને પૂર્વ કન્દ્રિય મંત્રી મુરલી મનોહર જોશીને આ મહોત્સવમાં ન આવવાની અપીલ કરી છે.