ભેંસનો એક પોદળો માલિકને 9000માં પડ્યો, દંડ પણ થયો અને ભેંસ પણ ગઈ
Municipal Corporation Gwalior : મધ્યપ્રદેશના ગ્વાલિયરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ભેંસના ગોબરને કારણે તેના માલિક પર 9000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ ભેંસ પણ જપ્ત કરી હતી.
શું છે સમગ્ર મામલો?
ગ્વાલિયર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ભેંસ પર દંડ ફટકારવામાં આવ્યો છે અને ભેંસ પણ જપ્ત કરી છે. હકીકતમાં મહાનગરપાલિકાની ટીમ સફાઈ અભિયાન ચલાવી રહી હતી. આ દરમિયાન ટીમે જાહેર સ્થળે બાંધેલી એક ભેંસ જોઈ અને તેની આસપાસ છાણ અને ગંદકી પણ પડી હતી.
ભેંસને જપ્ત કરીને કોર્પોરેશનના ઘેરામાં મોકલી દીધી
મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ ભેંસના માલિકને ફોન કરીને બોલાવ્યો હતો, પરંતુ તે આવ્યો નહીં. એ પછી મહાનગરપાલિકાના અધિકારીઓએ ભેંસના માલિકને રૂ.9000નો દંડ ફટકાર્યો હતો અને પંચનામા ભર્યા બાદ ખીંટી સાથે બાંધેલી ભેંસને જપ્ત કરી હતી. એ પછી ભેંસનો માલિકે ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને પોતાની ભૂલ સ્વીકારી હતી, પરંતુ મહાનગરપાલિકાએ તેની માફી સ્વીકારી નહીં, અને ભેંસને જપ્ત કરીને કોર્પોરેશનના ઘેરામાં મોકલી દીધી હતી.
પંચનામું કરીને રૂ. 9000નો દંડ ફટકાર્યો
હકીકતમાં ગ્વાલિયર શહેરના પોશ વિસ્તાર તાનસેન નગર વિસ્તારના ન્યૂ સાકેત નગરમાં મહાનગરપાલિકાનું સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું. ત્યાં નંદકિશોર નામના વ્યક્તિની એક ભેંસ જાહેર સ્થળે બાંધેલી હતી અને આજુબાજુ છાણની ગંદકીનો ઢગલો પડ્યો હતો, ત્યારે સ્થળ પર હાજર કોર્પોરેશનના અધિકારીઓએ કોર્પોરેશનના કર્મચારીઓ પાસેથી પંચનામું કરીને રૂ. 9000નો દંડ ફટકાર્યો હતો. આ સાથે સાથે ખીંટી સાથે બાંધેલી ભેંસ જપ્ત કરી કાર્યવાહી કરી.
આ પણ વાંચો : UNની મોટી જાહેરાત, અનેક દેશોમાં 6000 સૈનિકો તહેનાત કરનાર ભારતને ફરી સોંપી મોટી જવાબદારી
ઉલ્લેખનીય છે કે, મોદી સરકાર દેશમાં સ્વચ્છતા અભિયાનને લઈને ખૂબ જ ગંભીર છે. પીએમ મોદી પોતે પણ ઘણી વખત સફાઈ કરતા જોવા મળ્યા છે, જેથી લોકો સુધી સંદેશ પહોંચે કે સ્વચ્છતા કેટલી મહત્વપૂર્ણ છે. તેમ છતાં પણ લોકો તેમના હરકતોથી પર નથી આવતાં.