Get The App

આઠ રિંગ રોડ, ફ્લાય ઓવર અને સુરંગ... મુંબઈને ટ્રાફિકથી મુક્ત કરવા 58 હજાર કરોડની યોજના

Updated: Sep 23rd, 2024


Google NewsGoogle News
આઠ રિંગ રોડ, ફ્લાય ઓવર અને સુરંગ... મુંબઈને ટ્રાફિકથી મુક્ત કરવા 58 હજાર કરોડની યોજના 1 - image


Mumbai Ring Road Project Mega Plan : આમ તો ટ્રાફિક સેન્સ મામલે મુંબઈવાસીઓ ખૂબ જ સજાગ અને સમજદાર છે, જોકે તેમ છતાં ત્યાં અનેકવાર કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી રહે છે. હવે આ સમસ્યાનું નિરાકરણ લાવવા અને દેશની આર્થિક રાજધાનીની તસવીર બદલવા માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) મેગાપ્લાન બનાવ્યો છે. 

આઠ રિંગ રોડ, ફ્લાય ઓવર અને સુરંગ... મુંબઈને ટ્રાફિકથી મુક્ત કરવા 58 હજાર કરોડની યોજના 2 - image

મુંબઈમાં કુલ આઠ રિંગ રોડ બનાવાશે

ઓથોરિટીના રિંગ રોડ પ્રોજેક્ટ હેઠળ રસ્તાઓ, ફ્લાયઓવર અને સુરંગો બનાવાશે. રાજ્યમાં કુલ આઠ રિંગ રોડનું નિર્માણ કરવામાં આવશે. માસ્ટર પ્લાન મુજબ વર્ષ 2029 સુધીમાં રિંગ રોડ પ્રોજેક્ટનો પૂરો કરવાનો લક્ષ્યાંક રખાયો છે. આ યોજના હેઠળ આગામી સમયમાં લોકોને ટ્રાફિક જામમાંથી મુક્તી તો મળશે જ, આ સાથે સરળ ટ્રાફિક વ્યવસ્થા પણ જોવા મળશે.

આ પણ વાંચો : પશ્ચિમ રેલવેમાં નોકરીની તકો, 5000 પદ માટે ધોરણ 10 પાસ ઉમેદવાર પણ અરજી કરી શકશે

પ્રોજેક્ટ પાછળ રૂ.58 હજાર કરોડનો ખર્ચ થવાનો અંદાજ

મીડિયા રિપોર્ટ મુજબ મુંબઈના બહારના રોડને અંતરના રોડ સાથે જોડવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ મુંબઈની ચારે તરફથી આવતા અને જતા લોકો કોઈપણ સમસ્યા વગર અને સરળ રીતે પહોંચી શકશે. આ હેતુથી જ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી અને મેટ્રોપોલિટન રિજનની પ્લાનિંગ ઑથોરિટીએ પણ 90.18 કિલોમીટરના રોડ નેટવર્કને મંજૂરી આપી છે. આ શહેરોના નિર્માણ પાછળ 58,517 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.

આ પણ વાંચો : 'અમારી સરકાર ફરી આવે એની ગેરન્ટી નથી પણ...' નાગપુરમાં નીતિન ગડકરી કેમ આવું બોલ્યા?


Google NewsGoogle News