Get The App

મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ તેજ! MVAનો સાથ છોડવાની તૈયારીમાં ઠાકરે, એકલા હાથે લડશે BMCની ચૂંટણી

Updated: Dec 24th, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ તેજ! MVAનો સાથ છોડવાની તૈયારીમાં ઠાકરે, એકલા હાથે લડશે BMCની ચૂંટણી 1 - image


Image Source: Twitter

Uddhav Thackeray in BMC Elections 2025:  મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ પણ રાજ્યમાં રાજકીય ઘમાસાણ ખતમ નથી થયું. એત તરફ જ્યાં છેલ્લા એક મહિનાથી મહાયુતિમાં સીએમ, મંત્રાલય અને પોર્ટફોલિયોના પદ પર સસ્પેન્સ હતું, ત્યાં હવે MVAમાં પણ ઘમાસાણના અહેવાલો સામે આવી રહ્યા છે. ખાસ કરીને ઉદ્ધવ ઠાકરેની શિવસેના (યુબીટી)એ MVAથી અંતર જાળવવાનું શરૂ કરી દીધું છે. જેનું ઉદાહરણ આગામી નગરપાલિકાની ચૂંટણીમાં જોવા મળી શકે છે.

ઉદ્ધવ ઠાકરેએ 4 દિવસની બેઠક બોલાવી

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રની મ્યુનિસિપલ ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે એકલા હાથે મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. તેના માટે તેમણે 4 દિવસની બેઠક બોલાવી છે, જે 26 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર સુધી ચાલશે. આ બેઠકમાં શિવસેના (UBT)ના ઘણા વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહેશે. જો કે આ અંગે  હજુ સુધી કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં નથી આવી.

વિધાનસભા ચૂંટણીનું નિરીક્ષણ

અહેવાલ પ્રમાણે ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભા ચૂંટણી બાદ નિરીક્ષકોની નિમણૂક કરી હતી. આ દરમિયાન વોર્ડ વાઈઝ શાખાના પ્રમુખોથી લઈને વિભાગના પ્રમુખો સાથે વાતચીત કરવામાં આવી હતી. 21 ડિસેમ્બરે યોજાયેલી બેઠકમાં ઉદ્ધવ ઠાકરેને તેનો રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. હવે ઉદ્ધવ ઠાકરેએ 26, 27, 28 અને 29 ડિસેમ્બરે સતત ચાર દિવસની બેઠક બોલાવી છે.

હોટ સીટો પર થશે ચર્ચા

મળી રહેલા અહેવાલ પ્રમાણે ઉદ્ધવ ઠાકરે મુંબઈ મ્યુનિસિપલ ચૂંટણી એકલા હાથે લડવાના છે. આ માટે તેઓ સ્થાનિક અધિકારીઓ સાથે વાત કરી રહ્યા છે. આ જ કારણ છે કે આગામી બેઠકોમાં તમામ અધિકારીઓને હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ બેઠકોમાં મ્યુનિસિપલ ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવશે. ચાર દિવસીય બેઠકોમાં મહારાષ્ટ્રની હોટ વિધાનસભા બેઠકોના પરિણામોની સમીક્ષા કરવામાં આવશે, ત્યારબાદ મ્યુનિસિપલ ચૂંટણી અંગે નિર્ણય લેવામાં આવશે.

                            બેઠક

           વિધાનસભા બેઠકોની સમીક્ષા

26 ડિસેમ્બર 2024

બોરીવલી વિધાનસભા, દહિસર વિધાનસભા, મગાથાણે વિધાનસભા, ડિંડોશી, ચારકોપ, કાંદિવલી અને મલાડ વિધાનસભા

27 ડિસેમ્બર 2024

અંધેરી પશ્ચિમ, અંધેરી પૂર્વ, વિલેપાર્લે, બાંદ્રા પૂર્વ, બાંદ્રા પશ્ચિમ, ચાંદીવલી, કુર્લા, કાલિના વિધાનસભા

28 ડિસેમ્બર 2024

 

મુલુંડ, વિક્રોલી, ભાંડુપ, માનખુર્દ શિવાજીનગર, ઘાટકોપર પૂર્વ, ઘાટકોપર પશ્ચિમ, અણુશક્તિનગર, ચેમ્બુર, સાયન કોલીવાડા

29 ડિસેમ્બર 2024

ધારાવી, વડાલા, માહિમ, વર્લી, શિવડી, બાયકુલા, માલાબાર હિલ, મુબાદેવી, કોલાબા

 BMC કેમ જરૂરી છે?

તમને જણાવી દઈએ કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એટલે કે મુંબઈ નગરપાલિકાની કમાન હાલમાં શિવસેના (UBT)ના હાથમાં છે. BMCની એશિયાની સૌથી ધનિક મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ગણતરી કરવામાં આવે છે. 2023-24માં BMCનું બજેટ 50,000 કરોડ રૂપિયાથી વધુ હતું, જે ભારતના ઘણા રાજ્યોના બજેટ કરતાં વધુ છે. આ જ કારણ છે કે BMC ચૂંટણી જીતવા માટે મહારાષ્ટ્રની પાર્ટીઓમાં રેસ લાગે છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ફરી મહાયુતિમાં વિખવાદ! જાણો શિંદે અને પવાર માટે ગાર્ડિયન મંત્રી પદ કેમ મહત્ત્વનું છે

આ વખતની ચૂંટણી કેમ રસપ્રદ છે?

નોંધનીય છે કે છેલ્લી વખત BMC ચૂંટણી 2017માં જોવા મળી હતી. ત્યારે શિવસેનાનું વિભાજન થયું ન હતું. આવી સ્થિતિમાં BMCની 236 સીટોમાંથી શિવસેનાને 84, ભાજપને 82 અને કોંગ્રેસના નેતૃત્વવાળી MVAને 31 સીટો મળી હતી. જો કે, શિવસેનામાં વિભાજન બાદ ઉદ્ધવ ઠાકરેના જૂથે BMCની કમાન સંભાળી લીધી અને એકનાશ શિંદેની શિવસેનાએ NDA સાથે હાથ મિલાવ્યો હતો. હવે BMCની ચૂંટણી માર્ચ 2025માં યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં ફરી એકવાર મહાયુતિ અને MVA વચ્ચે સીધો મુકાબલો થશે.


Google NewsGoogle News