Get The App

મુંબઇમાં દર્દનાક અકસ્માત, 4 વર્ષના બાળકને એસયુવીથી કચડ્યો, 19 વર્ષીય નબીરાની ધરપકડ

Updated: Dec 22nd, 2024


Google NewsGoogle News
મુંબઇમાં દર્દનાક અકસ્માત, 4 વર્ષના બાળકને એસયુવીથી કચડ્યો, 19 વર્ષીય નબીરાની ધરપકડ 1 - image


Maharastra Accident | મહારાષ્ટ્રની રાજધાની મુંબઈથી ફરી એકવાર એક દર્દનાક અકસ્માત સામે આવ્યો છે. મુંબઈમાં એક 19 વર્ષના યુવકે 4 વર્ષના બાળકને એસયુવી વડે કચડી નાખ્યો. વડાલા વિસ્તારમાં આંબેડકર કોલેજ પાસે આ અકસ્માત સર્જાયો હતો. 

શ્રમિકના બાળકને કચડ્યો 

મુંબઈ પોલીસે જણાવ્યું કે પીડિતનો પરિવાર ફૂટપાથ પર રહે છે અને તેના પિતા મજૂર છે. પીડિતની ઓળખ આયુષ લક્ષ્મણ કિનવાડે તરીકે થઈ છે. હ્યુન્ડાઈ ક્રેટા ચલાવતો આરોપી સંદીપ ગોલે વિલે પાર્લેનો રહેવાસી છે.  પોલીસે તેની ધરપકડ કરી લીધી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.  

થોડા દિવસ પહેલા જ બસ ડ્રાઈવરે 7ના જીવ લીધા હતા 

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મુંબઈમાં એક ડ્રાઈવરે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત બૃહદ મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) ઉપક્રમ દ્વારા સંચાલિત ઇલેક્ટ્રિક બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને રાહદારીઓ અને વાહનોને ટક્કર મારી હતી. આ ઘટનામાં સાત લોકોના મોત થયા હતા અને 42 લોકો ઘાયલ થયા હતા.

મુંબઇમાં દર્દનાક અકસ્માત, 4 વર્ષના બાળકને એસયુવીથી કચડ્યો, 19 વર્ષીય નબીરાની ધરપકડ 2 - image




Google NewsGoogle News