Get The App

દિગ્ગજ અભિનેતા ફરી લોકસભા મેદાને ઊતરશે! 2004માં જીત્યાં હતા, હવે કઈ પાર્ટી તરફથી લડશે?

અમુક દિવસ પહેલાં જ એકનાથ શિંદે સાથે તેમની મુલાકાત થઇ હતી

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
દિગ્ગજ અભિનેતા ફરી લોકસભા મેદાને ઊતરશે! 2004માં જીત્યાં હતા, હવે કઈ પાર્ટી તરફથી લડશે? 1 - image


Lok Sabha Elections 2024 | લોકસભા ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ગયું છે ત્યારે દરેક પક્ષો તેમના ઉમેદવારો નક્કી કરી રહ્યા છે. આ જ મામલે હવે અભિનેતા ગોવિંદા પણ લોકસભા ચૂંટણીના મેદાને ઉતરે તેવી શક્યતા વધી ગઈ છે. ચાલુ અઠવાડિયાની શરૂઆતમાં મુંબઈમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે તેમની મુલાકાત થઇ હતી. શિવસેનાના સૂત્રોએ જણાવ્યું કે આ બેઠક ત્રણ-ચાર દિવસ પહેલા થઈ હતી. 2004માં ગોવિંદાએ કોંગ્રેસની ટિકિટ પર મુંબઈ-ઉત્તર લોકસભા બેઠક પરથી ભાજપના દિગ્ગજ નેતા રામ નાઈકને હરાવ્યા હતા. બાદમાં તેમણે કોંગ્રેસ છોડી દીધી હતી.

શિવસેનામાં જોડાઈ શકે છે

સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ સાંસદ ગોવિંદા એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાના જૂથમાં જોડાય તેવી શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે અભિનેતાને શિંદે કેમ્પના વર્તમાન સાંસદ ગજાનન કીર્તિકરના પુત્ર શિવસેના (ઉદ્ધવ જૂથ) અમોલ કીર્તિકર સામે મુંબઈ ઉત્તર પશ્ચિમ મતવિસ્તારમાંથી મેદાનમાં ઉતારવામાં આવશે.

ગોવિંદાને ક્યાંથી ઉમેદવાર જાહેર કરાઈ શકે? 

ગોવિંદા ટૂંક સમયમાં જ શિંદેની હાજરીમાં પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શિંદે જૂથ વર્તમાન સાંસદ ગજાનન કીર્તિકરની ઉંમરને ધ્યાનમાં રાખીને ગોવિંદાને મેદાનમાં ઉતારી શકે છે.

દિગ્ગજ અભિનેતા ફરી લોકસભા મેદાને ઊતરશે! 2004માં જીત્યાં હતા, હવે કઈ પાર્ટી તરફથી લડશે? 2 - image


Google NewsGoogle News