Get The App

અમેરિકાના પ્રવાસ પૂર્વે PM મોદીના વિમાન પર હુમલાની ધમકી, મુંબઈ પોલીસને આવ્યો કૉલ

Updated: Feb 12th, 2025


Google NewsGoogle News
અમેરિકાના પ્રવાસ પૂર્વે PM મોદીના વિમાન પર હુમલાની ધમકી, મુંબઈ પોલીસને આવ્યો કૉલ 1 - image


Terrorists may attack PM Modi's Aircraft:  વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ફ્રાન્સના પ્રવાસે છે. ત્યારબાદ તેઓ અમેરિકા માટે રવાના થશે. ત્યારે હવે પીએમ મોદીના બે દિવસીય અમેરિકા પ્રવાસ પહેલા તેમના વિમાનને આતંકવાદી હુમલાની ધમકી મળી છે. 'મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં એક ધમકીભર્યો કૉલ આવ્યો હતો, તેમાં ચેતવણી આપવામાં આવી કે, આતંકવાદી વડાપ્રધાન મોદીના વિમાન પર હુમલો કરી શકે છે. 



મુંબઈ પોલીસે  કૉલરને ઝડપી પાડ્યો

આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે અન્ય એજન્સીઓને જાણ કરી અને તપાસ હાથ ધરી હતી. આ મામલે મુંબઈ પોલીસે જણાવ્યું કે, 'મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો કૉલ કરનાર વ્યક્તિની ચેમ્બુર વિસ્તારમાંથી અટકાયત કરી લેવામાં આવી છે. આ વ્યક્તિ માનસિક રીતે બીમાર છે.'

આ પણ વાંચો: VIDEO: ફ્રાન્સ પ્રમુખ મેક્રોંએ પીએમ મોદીનું અપમાન કર્યું! સૌની વચ્ચે હાથ જ ન મિલાવ્યા

અગાઉ પણ પીએમ મોદીને મળી ચૂકી છે ધમકી

આ પહેલી વાર નથી જ્યારે પીએમ મોદીને આ પ્રકારની ધમકી મળી છે. આ પહેલા પણ પીએમ મોદીને ઘણી વાર જાનથી મારી નાખવાની ધમકી મળી ચૂકી છે. 

- 2024: મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં એક ધમકીભર્યો કોલ આવ્યો હતો.

- 2023: હરિયાણાના એક વ્યક્તિએ વીડિયો વાયરલ કરીને મોદીને ગોળી મારવાની ધમકી આપી હતી. 

- 2022: જેવિયર નામના વ્યક્તિએ પીએમ મોદીને ધમકી આપી હતી. 

ફ્રાન્સ-અમેરિકાના પ્રવાસ પર પીએમ મોદી

પીએમ મોદી 10 ફેબ્રુઆરીએ પેરિસ પહોંચ્યા હતા અને સાંજે તેમણે એલિસ પેલેસમાં પ્રમુખ મેક્રોન સાથે ડિનર કર્યું હતું. આ દરમિયાન ઘણી મોટી ટેકનિકલ કંપનીઓના CEO પણ હાજર રહ્યા હતા. ત્યારબાદ તેમણે 11 ફેબ્રુઆરીએ AI એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરી. ત્યારપછી પીએમ મોદી બુધવારે અમેરિકા પહોંચશે. તેમનો અમેરિકા પ્રવાસ બે દિવસનો રહેશે, જ્યાં તેઓ 12થી 14 ફેબ્રુઆરી સુધી રહેશે.


Google NewsGoogle News