VIDEO: મુંબઈમાં અચાનક તોફાની પવન સાથે તૂટી પડ્યો વરસાદ, ઠેર-ઠેર રસ્તા જળમગ્ન, નવરાત્રિ બગડી
Heavy Rain in Mumbai: મુંબઈમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને ગુરુવારે (10મી ઓક્ટોબર) સાંજે મુશળધાર વરસાદ પડ્યો હતો. મુંબઈના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. સ્થિતિ એવી હતી કે ઘણાં વિસ્તારોમાં રોડ અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
મુંબઈમાં વરસાદનું યેલો એલર્ટ
ભારે વરસાદના કારણે મુંબઈના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારતીય હવામાન વિભાગ (IMD)એ મુંબઈમાં હળવાથી મધ્યમ વરસાદ માટે યલો એટલર્ટ જાહેર કર્યું છે. આજે (11મી ઓક્ટોબર) હવામાન વિભાગે ઘણાં જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રના 29 જિલ્લામાં યલો એલર્ટ છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. મુંબઈના પૂર્વ ઉપનગરો, નવી મુંબઈ અને રાયગઢમાં પણ વાવાઝોડાની સાથે વરસાદ પડી શકે છે.
#WATCH | Maharashtra: Waterlogging witnessed in Elphinstone Road area of Mumbai as heavy rain lashes Mumbai. pic.twitter.com/MEBVENQZHG
— ANI (@ANI) October 10, 2024
આ પણ વાંચો: ઓમરને 4 અપક્ષનો ટેકો મળતાં જમ્મુ-કાશ્મીરમાં સરકાર રચવા સક્ષમ, કોંગ્રેસના સાથની જરૂર નહીં
ખેલૈયા અને ગરબા આયોજકોની ચિંતા મુકાયા
હાલમાં ચાલી રહેલી નવરાત્રિની ઉજવણી વરસાદને કારણે ખોરવાઈ ગઈ હતી અને ઘણાં ખેલૈયા અને ગરબા આયોજકોની ચિંતા મુકાયા હતા. ભારે વરસાદને કારણે મુંબઈના એલ્ફિન્સ્ટન રોડ વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. પ્રભાદેવી સ્થિત એનએમ જોશી માર્ગની પણ આવી જ હાલત હતી. તેવી જ રીતે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
#WATCH | Maharashtra: Heavy rain lashes parts of Mumbai. Visuals from Wadala. pic.twitter.com/WIzJM3G0Bv
— ANI (@ANI) October 10, 2024
અન્ય રાજ્યોમાં પણ વરસાદની આગાહી
મુંબઈમાં શરૂ થયેલા ભારે વરસાદની વચ્ચે IMDએ પણ ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. IMD અનુસાર, આગામી 3-4 દિવસ દરમિયાન કેરળ, માહે અને તમિલનાડુમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્રના ઘાટ ક્ષેત્ર, ગુજરાત પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં વરસાદની સંભાવના છે.
આ રાજ્યોમાં પણ વરસાદની આગાહી
મુંબઈમાં શરૂ થયેલા ભારે વરસાદની વચ્ચે હવામાન વિભાગે ઘણાં રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 3-4 દિવસ દરમિયાન કેરળ, તમિલનાડુમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં વરસાદની સંભાવના છે.