Get The App

મુંબઈમાં મોટી દુર્ઘટના, ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં એક જ પરિવારના 3 હોમાયા, એક ઈજાગ્રસ્ત

Updated: Oct 31st, 2024


Google NewsGoogle News
મુંબઈમાં મોટી દુર્ઘટના, ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં એક જ પરિવારના 3 હોમાયા, એક ઈજાગ્રસ્ત 1 - image
Representative image

Gas Cylinder Explosion In Mumbai: નવી મુંબઈના ઉલવેમાં બુધવારે (30મી ઓક્ટોબર) સાંજે ત્રણ ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં એક જનરલ સ્ટોર અને એક મકાનમાં આગ લાગી હતી. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા અને એક ઈજાગ્રસ્ત થયો હતો. આ મામલાની માહિતી આપતા પોલીસે કહ્યું કે, 'મૃત્યુ પામેલાઓમાં બે બાળકો પણ સામેલ છે.'

અહેવાલો અનુસાર, નવી મુંબઈના ઉલવેમાં કરિયાણાની દુકાનમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ થતા ત્રણ લોકોના મોત થયા છે.  સિલિન્ડર ફાટવાના કારણે દુકાનમાં આગ લાગી હતી. ત્યાં હાજર લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો અને ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. રમેશ તરીકે ઓળખાતા દુકાનદારને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી અને હાલમાં તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે તેમની પત્ની અને બે બાળકો આ ઘટનામાં મૃત્યુ પામ્યા હતા.

આ પણ વાંચો: PM મોદી કેવડિયા પહોંચ્યા, રાષ્ટ્રીય એકતાના લેવડાવ્યાં શપથ, સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી


અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી મુજબ કરિયાણાની દુકાનમાં ગેરકાયદેસર રીતે પેટ્રોલનું વેચાણ કરવામાં આવતું હતું. પોલીસ અને ફાયર વિભાગ અકસ્માતના કારણની તપાસ કરી રહ્યા છે.

મુંબઈમાં મોટી દુર્ઘટના, ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં એક જ પરિવારના 3 હોમાયા, એક ઈજાગ્રસ્ત 2 - image


Google NewsGoogle News