VIDEO : દિલ્હી પર ઝેરી પ્રદૂષણનો સકંજો, આનંદ વિહારમાં 999 પર પહોંચ્યો AQI, મુંબઈમાં પણ સ્થિતિ વણસી

દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ ગઈકાલના મુકાબલે આજે અત્યંત ખરાબ

મુંબઈમાં પણ સ્થિતિ વણસી, બીકેસીમાં 200 AQI નોંધાયો

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
VIDEO : દિલ્હી પર ઝેરી પ્રદૂષણનો સકંજો, આનંદ વિહારમાં 999 પર પહોંચ્યો AQI, મુંબઈમાં પણ સ્થિતિ વણસી 1 - image

નવી દિલ્હી, તા.08 નવેમ્બર-2023, બુધવાર

રાજધાની દિલ્હીમાં દિવસને દિવસે પ્રદૂષણ (Delhi Pollution) વધતું જ જઈ રહ્યું છે. ઝેરી પ્રદૂષણને દિલ્હીને બાનમાં લીધું હોય તેવું સ્થિતિ સર્જાઈ છે. અહીં ઝેરી પ્રદૂષણ વચ્ચે જીવવા લોકો મજબુર બન્યા છે. દિલ્હી સરકાર પણ પ્રદૂષણ ડામવા સતત પ્રયાસો કરી રહી છે. અહીં નીત-નવા નિયમોનો પણ અમલ કરાયો છે, તેમ છતાં આજે પણ સ્થિતિ ગંભીર બની છે. દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ ગઈકાલના મુકાબલે આજે અત્યંત ખરાબ સ્થિતિએ પહોંચી છે. રાજધાનીના આનંદ વિહારની વાત કરીએ તો અહીં એર ક્વોલિટી ઈન્ડેક્શ (Air Quality Index) 999 પર પહોંચી ગયો છે, જ્યારે દિલ્હીના અન્ય શહેરોમાં પણ ગંભીર સ્થિતિ છે.

મુંબઈમાં પણ પ્રદૂષણ વધ્યું

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના જણાવ્યા મુજબ આજે બુધવારે આરકે પુમમાં 433, પંજાબ બાગમાં 460 અને આઈટીઓમાં 413 એક્યુઆઈ નોંધાયો છે. જ્યારે મુંબઈ (Mumbai)માં પણ પ્રદૂષણના કારણે સ્થિતિ વણસી રહી છે. બીકેસીમાં 200, ચેંબુરમાં 150, અંધેરીમાં 112, વિલે પાર્લેમાં 175, મલાડમાં 170, બોરીવલીમાં 103, મુલુંદમાં 126, વર્લીમં 140, કોલાબામાં 157 એર ક્વોલિટી ઈન્ડેક્સ નોંધાયો છે. હવામાન એજન્સી aqicn.orgએ દિલ્હીના આનંદ વિહારમાં AQI 999 માપ્યું, જ્યારે દિલ્હીના અન્ય ભાગોમાં પણ ગંભીર સ્થિતિ છે.

ગુરુગ્રામમાં 366 AQI નોંધાયો

જ્યારે એનસીઆરમાં ઈન્દિરાપુરમ, ગાઝિયાબાદમાં 318, નોઈડા સેક્ટરમાં 125માંથી 336, ગુરુગ્રામ સેક્ટરમાં 51માંથી 366, ન્યૂ ઈન્ડસ્ટ્રિયલ ટાઉન, ફરિયાદાબાદમાં 378 AQI નોંધાયું છે. એક અધિકારીએ જણાવ્યું કે, ગુરુગ્રામ અને ફરીયાદાબાદ પ્રદૂષણમાં વધારો થતાં હરિયાણા ટ્રાન્સપોર્ટ કમિશનરે BS-III પેટ્રોલ અને BS-IV ડીઝલ કેટેગરીના વાહનો ચલાવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.


Google NewsGoogle News