BMW હિટ એન્ડ રન કેસ: ભારે વિરોધ બાદ આખરે શિવસેનાએ આરોપીના પિતા સામે કરી કાર્યવાહી

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
Mumbai BMW Hit And Run Case


Mumbai BMW Hit And Run Case : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે (CM Eknath Shinde, Maharashtra)એ મુંબઈના વર્લીમાં BMW હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી મિહિર શાહના પિતા રાજેશ શાહ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. તેમણે રાજેશ શાહને શિવસેનાના ઉપનેતા પદેથી હટાવી દીધા છે. મુંબઈ પોલીસે ગંભીર અકસ્માતના બે દિવસ બાદ (9 જુલાઈએ) ફરાર મિહિર શાહની ધરપકડ કરી છે. આ ઉપરાંત આરોપીની માતા અને બહેનની પણ અટકાયત કરી છે. રવિવારે સાતમી જુલાઈએ વર્લીના ડૉ એની બેંસેડ રોડ પર BMW કારમાં સવાર મિહિરે એક સ્કૂટીને ટક્કર મારી હતી, જેમાં મહિલાનું મોત થયું હતું, જ્યારે તેનો પતિ ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટના બાદ મિહિર ફરાર હતો. જોકે મુંબઈ પોલીસે તેને પકડવા માટે 14 ટીમ બનાવી હતી, ત્યારબાદ મંગળવારે તેને વિરારથી ઝડપી લેવાયો હતો.

મૃતકના પતિએ શિંદેની શિવસેના પર કર્યો હતો આક્ષેપ

પોલીસે રાજેશ શાહ (Rajesh Shah) અને તેના ડ્રાઈવર રાજર્ષિ સિંહ બિદાવતની પણ ધરપકડ કરી હતી, જે દુર્ઘટના સમયે કથિત રીતે કારમાં હતો. જોકે બાદમાં મુંબઈની એક કોર્ટે રાજેશ શાહને જામીન આપી દીધા છે. હિટ એન્ડ રન કેસમાં મૃતકના પતિ પ્રદીપ નખવાએ આક્ષેપ કર્યો છે કે, આરોપી શિવસેનાના નેતાનો પુત્ર હોવાથી પાર્ટી કશું જ નહીં કરે.

મંત્રી રહી ચૂકેલા દિગ્ગજ નેતાએ પહેલા AAP અને હવે બસપા છોડી, છેવટે કેસરિયો ધારણ કરીને ઝંપ્યા

આરોપીને બચાવવાનો પ્રયાસ, સંજય રાઉતે કર્યો હતો આક્ષેપ

શિવસેના યુબીટી (Shiv Sena UBT)ના નેતા અને સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) આક્ષેપ કર્યો હતો કે, વર્લી હિટ એન્ડ રન કેસમાં પહેલા જ દિવસથી આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. તેમણે મિહિરની ધરપકડ બાદ કહ્યું હતું કે, આરોપીના પિતા શિવસેનાના એકનાથ શિંદે જૂથના પાલઘર એકમ સાથે જોડાયેલા હતા. સરકાર દ્વારા આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરવામાં આવીરહ્યો છે. આ મામલો કોઈ સામાન્ય કેસ નથી, આ પુણેમાં બનેલી ઘટના જેવો જ મામલો છે.

અકસ્માત કરી મિહિર શાહ ભાગી ગયો હતો

ઉલ્લેખનીય છે કે, 7 જુલાઈએ મુંબઈમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં સ્કૂટી લઈને જતાં એક દંપતીનું BMW કાર ચાલકે ટક્કર લગાવતાં દંપતીમાંથી મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. કાર ચાલક ભાગી ગયો હોવાથી સમગ્ર ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં તપાસમાં સામે આવ્યું હતું કે, BMW લઈને આવેલો યુવક શિવસેના પાર્ટીના નેતાનો પુત્ર હતો. જોકે, પોલીસે અકસ્માતને અંજામ આપનાર યુવકના પિતા અને શિવસેના પાર્ટીના પાલઘર જિલ્લાના નેતા રાજેશ શાહના નામથી કાર રજીસ્ટર હોવાથી બંનેને કસ્ટડીમાં લીધા હતા.

2 મહિનામાં 2 દીકરા દેશ માટે શહીદ, આ પરિવાર પર તૂટ્યો આફતનો પહાડ, મુખ્યમંત્રીએ આપી શ્રદ્ધાંજલિ

ગંભીર ઈજાઓ થતાં મહિલાનું સારવાર દરમિયાન મોત

મુંબઈના વર્લી વિસ્તારમાં એક મોલ પાસે આ અકસ્માત થયો હતો, જેમાં માછીમારનો ધંધો કરતા દંપની પ્રદીપ નખવા અને કાવેરી નખવા પોતાની સ્કૂટી લઈને માછલી ખરીદવા માટે ગયા હતાં. આ દરમિયાન ઘરે પરત ફરી રહ્યાં હતા ત્યારે BMW કારે પાછળથી આવીને તેમની સ્કૂટીને ટક્કર મારી હતી. આ અકસ્માત બાદ બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા, જેમાં સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું. બીજી તરફ, મહિલાના પતિને ઈજા થઈ હતી.

પોલીસે કારમાલિક શિવસેનાના નેતાને કસ્ટડીમાં લીધા હતા

તે સમયે પોલીસે જણાવ્યું હતું કે, સ્કૂટી લઈને જઈ રહેલા પતિ-પત્નીને પાછળથી ટક્કર મારનાર કાર ચાલક મિહિર શાહ દંપતીની સ્કૂટીને ટક્કર મારી ભાગી ગયો હતો. મિહિરની બાજુ વાળી સીટ પર ડ્રાઈવર બેઠો હતો. કારની નંબર પ્લેટ કાઢી નાખેલી હતી. આ ઘટનાને અંજામ આપનાર મિહિરના પિતા પાલઘર જિલ્લાના એકનાથ શિંદેની નેતૃત્વ વાળી શિવસેના પાર્ટીના નેતા છે. BMW કાર પિતા રાજેશ શાહના નામે રજિસ્ટર્ડ હોવાથી પોલીસે કારમાલિકને કસ્ટડીમાં લઈને કાર્યવાહી હાથ ધરી હતી.

100 મીટર સુધી બોનેટ પર રહી મહિલા 

પોલીસે અકસ્માત થયેલા સ્થળ નજીકનાં કેમેરા ચકાસતા સામે આવ્યું હતું કે, સફેદ રંગની એક BMW કાર ચાલક પૂર ઝડપે આવીને સ્કૂટી પર સવાર દંપતીને ટક્કર મારીને ભાગી ગયો હતો. તેવામાં અકસ્માત સમયે મહિલા સ્કૂટી પરથી કારના બોનેટ પર જઈને પડી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આ મહિલા 100 મીટર સુધી બોનેટ પર પડી રહી હતી.


Google NewsGoogle News