દેશનું સૌથી વ્યસ્ત મુંબઈ એરપોર્ટ આજે 6 કલાક માટે રહેશે બંધ, જાણો શું છે કારણ

આજે સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી મેઈન્ટેનન્સના ભાગ રૂપે એરપોર્ટ બંધ રહેશે

Updated: Oct 17th, 2023


Google NewsGoogle News
દેશનું સૌથી વ્યસ્ત મુંબઈ એરપોર્ટ આજે 6 કલાક માટે રહેશે બંધ, જાણો શું છે કારણ 1 - image


Mumbai runway closure : મુંબઈની મુસાફરી કરનારા યાત્રીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આજ રોજ મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA)6 કલાક સુધી બંધ રહેવાનું છે. જેનું મુખ્ય કારણ છે કે ચોમાસાની સિઝન બાદ એરપોર્ટના બે રનવે પર મેઈન્ટેનન્સના કામ માટે એરપોર્ટને હંગામી ધોરણે બંધ આજે બંધ કરાશે. આજે સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી કામ ચાલુ રહેશે.

મેઈન્ટેનન્સના ભાગ રૂપે એરપોર્ટ બંધ કરાશે

આ અંગે વધુ માહિતી આપતા એરપોર્ટના પ્રવક્તાએ નિવેદન આપતા કહ્યું હતું કે, CSMIAના ચોમાસા પછીના રનવે મેન્ટેનન્સ પ્લાનના ભાગરૂપે, બંને રનવે RWY 09/27 અને RWY 14/32ને આજે અસ્થાયી રૂપે બિન-ઓપરેશનલ કરી દેવાશે. આ સુનિશ્ચિત કામચલાઉ બંધએ CSMIAની વાર્ષિક ચોમાસા પછીની જાળવણી યોજનાનો એક ભાગ છે. આ સંદર્ભે, છ મહિના પહેલા એરમેનને એક નોટિસ પણ જારી કરી હતી.

ફ્લાઇટ ઓપરેશન કેમ બંધ કરવામાં આવ્યું?

એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરવાનો હેતુ રનવેનું સમારકામ અને જાળવણી કરવાનો છે. તેમને જણાવ્યું કે, એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઉચ્ચતમ ગુણવતા જાળવા આ પગલું ભરવું અનિવાર્ય છે. CSMIA અનુસાર, દર વર્ષે ચોમાસાની સિઝન પછી રનવે મેઇન્ટેનન્સ માટે બંધ કરી દેવામાં આવે છે. 


Google NewsGoogle News