Get The App

'ન ભોજન, ન પાણી..' મુંબઈથી દોહા જતી ફ્લાઇટ અટવાતાં 300 જેટલાં મુસાફરો હેરાન-પરેશાન

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
'ન ભોજન, ન પાણી..' મુંબઈથી દોહા જતી ફ્લાઇટ અટવાતાં 300 જેટલાં મુસાફરો હેરાન-પરેશાન 1 - image


Mumbai Doha Flight Late News | મુંબઈથી કતાર જતી ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતાં મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘણા કલાકો સુધી રાહ જોયા બાદ મુસાફરોને વિમાનમાંથી બહાર કાઢી ઈમિગ્રેશન વેઈટિંગ એરિયામાં બેસાડવામાં આવ્યા હતા. મુસાફરોનો આરોપ છે કે હજુ સુધી તેમને એરલાઈન્સ દ્વારા કોઈ નક્કર માહિતી આપવામાં આવી નથી અને તેમને એરપોર્ટથી બહાર નીકળવાની પરવાનગી પણ નથી મળી રહી. આ ફ્લાઈટના લગભગ 250 થી 300 મુસાફરો મુંબઈ એરપોર્ટ પર ફસાયેલા છે, જેઓ રાત્રે 2:30 વાગ્યાથી મુશ્કેલીમાં મુકાયા છે.

એક મુસાફરે જણાવી આપવીતી... 

ઈન્ડિગોની ફ્લાઈટમાં પત્ની અને બાળક સાથે કતાર જઈ રહેલા એક મુસાફરે જણાવ્યું કે, અમને વિમાનમાંથી ઉતરવાની મંજૂરી પણ આપવામાં આવી ન હતી કારણ કે ઈમિગ્રેશન સમાપ્ત થઈ ગયું હતું. જ્યારે અમારો ઝઘડો યો તો તેઓએ અમને હોલ્ડિંગ એરિયામાં રાહ જોવાની મંજૂરી આપી. કોઈ અધિકારી જવાબ આપતા નથી. અન્ય એક મુસાફરે કહ્યું કે અમને અત્યાર સુધી ભોજન-પાણી પણ આપવામાં આવ્યા નથી. લોકો ચિંતિત છે. તેમની નોકરી જોખમમાં છે. મુસાફરો તેમના બાળકો સાથે અટવાઈ ગયા છે. 

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પણ વિલંબ 

બીજી તરફ મુંબઈથી ભુજ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI 601 કલાકો બાદ પણ મુંબઈથી ટેકઓફ થઈ શકી ન હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ક્રૂ મેમ્બર ઉપલબ્ધ ન હોવાને કારણે ફ્લાઇટમાં વિલંબ થઈ રહ્યો છે. યાત્રીઓ કલાકોથી બોર્ડિંગ માટે રાહ જોઈ રહ્યા છે. આ પહેલા સ્પાઈસ જેટના મુસાફરોએ શનિવારે દિલ્હી એરપોર્ટ પર પણ હંગામો મચાવ્યો હતો. દિલ્હીથી દરભંગા જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ બોર્ડિંગની માત્ર 5 મિનિટ પહેલા જ કેન્સલ કરવામાં આવી હતી. એરલાઈન્સની જાહેરાત બાદ દિલ્હી એરપોર્ટ ટર્મિનલ 3 પર ગેટ નંબર 62ની સામે બોર્ડિંગ માટે રાહ જોઈ રહેલા દરભંગા જતી સ્પાઈસજેટના મુસાફરોએ હંગામો મચાવ્યો હતો.

'ન ભોજન, ન પાણી..' મુંબઈથી દોહા જતી ફ્લાઇટ અટવાતાં 300 જેટલાં મુસાફરો હેરાન-પરેશાન 2 - image


Google NewsGoogle News