'મહાલક્ષ્મી' ના 59 ટુકડાં કરનાર મુક્તિ રેએ માતાને કહ્યું હતું - 'મારાથી એક ભૂલ થઈ ગઈ છે...'
Image: Facebook
Mahalakshmi Murder Case: બેંગ્લુરુના મહાલક્ષ્મી કેસના મુખ્ય શંકાસ્પદ વ્યક્તિ મુક્તિ રંજન પ્રતાપ રે ની આત્મહત્યા બાદ પણ નવા-નવા ખુલાસા ચાલુ છે. હવે સમાચાર છે કે રે એ આ ઘટના વિશે આત્મહત્યા કર્યા પહેલા પોતાની માતાને સમગ્ર વાત જણાવી હતી. જોકે તેની માતાનું કહેવું છે કે પુત્રએ મહિલાના મૃતદેહના ટુકડા કરવા વિશે જણાવ્યુ નહોતુ. મહિલાનો મૃતદેહ બેંગ્લુરુના એક ઘરના ફ્રિજમાં મળ્યો હતો, જેના 50થી વધુ ટુકડા કરવામાં આવ્યા હતા.
રિપોર્ટ અનુસાર રે ની માતાનું કહેવું છે કે રે મંગળવારે રાત્રે લગભગ 10 વાગે ઘરે આવ્યો હતો. રે કથિત રીતે મહિલાની હત્યા બાદથી ફરાર હતો. મહાલક્ષ્મીનો મૃતદેહ 21 સપ્ટેમ્બરે એક ફ્રિજમાં મળ્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં રે ની માતાએ જણાવ્યું, 'રે પરેશાન લાગી રહ્યો હતો, તો મે પૂછ્યું કે શું થયું તો તેણે કહ્યું કે મે એક ભૂલ કરી દીધી છે.' 'જ્યારે મે તેની પર દબાણ કર્યું, તો રે એ કહ્યું કે મે બેંગ્લુરુમાં એક મહિલાની હત્યા કરી દીધી છે. રે ની માતાએ દાવો કરતાં કહ્યું કે જ્યારે મે કારણ પૂછ્યું, તો રે એ જણાવ્યું કે મહાલક્ષ્મીએ મારી પાસેથી સોનાની ચેન અને રૂપિયા લઈ લીધા હતા. રે એ લગભગ 15 દિવસ પહેલા આ ગુનો કર્યો હતો.'
મહિલાના કહેવા પર રે ને મળી ધમકી
રે ની માતાનો દાવો છે કે કર્ણાટકમાં એક મહિલાની ફરિયાદ બાદ પોલીસે તેને પકડી લીધો હતો પરંતુ 1 હજાર રૂપિયા બાદ તે બહાર આવી ગયો હતો. ગુનાના થોડા સમય પહેલા જ રે ને મહિલાના કહેવા પર અમુક યુવાનોએ ધમકાવ્યો હતો. જે બાદ તે મહિલાના ઘરે ગયો, જ્યાં બંને વચ્ચે ઝઘડો થયો. મારા પુત્રએ ગળું દબાવીને તેની હત્યા કરી દીધી.' જ્યારે રે એ ઘટના વિશે જણાવ્યુ હતુ તો હું ચોંકી ગઈ હતી. તે બાદ તે સૂઈ ગયો. સવારે લગભગ 4 વાગે તેણે કહ્યું કે હું જઈ રહ્યો છું, કેમ કે તે ઈચ્છતો નહોતો કે પોલીસની તપાસના કારણે પરિવાર હેરાન થાય. રે એ પાણી પીધું અને નીકળી ગયો.' રિપોર્ટ અનુસાર ઘરે આવ્યા પહેલા આરોપી પોતાના નાના ભાઈના રૂમ પર પણ ગયો હતો, જ્યાં તે અભ્યાસ કરી રહ્યો છે.
કારણ શું છે?
પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણ પેજના કથિત સુસાઈડ નોટમાં આરોપીએ રૂપિયા માટે પરેશાન કરવા જવા પર અને કોઈ અન્ય પુરુષ સાથે મહિલાના સંબંધો વિશે જણાવ્યું છે. પોલીસને રે ની એક ડાયરી પણ મળી છે.
ડાયરી મળી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસને તપાસ દરમિયાન મુક્તિની એક ડાયરી મળી છે, જેમાં તેણે કથિત રીતે આ ગુનાનું કારણ પણ જણાવ્યુ છે. પોલીસે ડાયરીના હવાલાથી જણાવ્યું, 'લગ્ન માટે સંમતિ ન આપવા પર તેણે ઘણી વખત મારી સાથે શારીરિક રીતે હિંસા કરી... હું તેના અત્યાચારોથી કંટાળી ગયો હતો, તો મે તેને મારી નાખી.' બંને રિલેશનમાં હતાં તેવી માહિતી છે.