મુખ્તાર અન્સારીનું મોત 'ધીમું ઝેર' કે હાર્ટ એટેકને કારણે થયું..? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો

Updated: Mar 30th, 2024


Google NewsGoogle News
મુખ્તાર અન્સારીનું મોત 'ધીમું ઝેર' કે હાર્ટ એટેકને કારણે થયું..? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો 1 - image


Mukhtar Ansari Post Mortem Report: મુખ્તાર અન્સારીનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું કે ધીમા ઝેરથી થયું હતું તેનો ખુલાસો થઈ ગયો છે. ગઈકાલે મોડી રાત્રે જાહેર કરાયેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટથી માફિયાથી રાજનેતા બનેલા મુખ્તારના મૃત્યુનું રહસ્ય ખુલ્યું હતું. 

રિપોર્ટમાં શું ખુલાસો થયો? 

પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ માફિયા મુખ્તારનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે એટલે કે કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. ડોનનું વિસરાને સાચવી રાખવામાં આવ્યા છે, જેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે. આ તપાસમાં સંપૂર્ણ રીતે સ્પષ્ટ થશે કે તેને ઝેર આપવામાં આવ્યું હતું કે નહીં, કારણ કે મુખ્તાર અંસારીના પરિવારે શંકા વ્યક્ત કરી હતી કે તેમને સ્લો પોઈઝન આપવામાં આવ્યું હતું, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ સ્થિતિ એકદમ સ્પષ્ટ થઈ ગઈ છે કે તેમનું મૃત્યુ હૃદયરોગના હુમલાને કારણે થયું હતું. 

5 ડોક્ટરોની પેનલે પોસ્ટમોર્ટમ કર્યું હતું

મુખ્તાર અન્સારીનું પોસ્ટમોર્ટમ 5 ડોકટરોની પેનલ દ્વારા કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમમાં એક કલાક જેટલો સમય લાગ્યો, જેની વિડિયોગ્રાફી પણ કરવામાં આવી. આ પછી, લગભગ 3 કલાક અન્ય ઔપચારિકતાઓમાં વિતાવ્યા હતા કારણ કે મુખ્તાર અંસારીના પુત્ર ઓમર અંસારીએ પોસ્ટમોર્ટમ પ્રક્રિયા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને બાંદા મેડિકલ કોલેજના ડૉક્ટરો પર અવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેણે દિલ્હી એઈમ્સના ડોક્ટરો પાસે પોસ્ટમોર્ટમની માંગ કરી હતી. 

પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો

અહેવાલો અનુસાર, લગભગ 5 કલાક સુધી ચાલેલી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, મુખ્તાર અંસારીના મૃતદેહને તેમના પુત્ર ઉમર અંસારીને સોંપવામાં આવ્યો. ઉમર તેના પિતાના પાર્થિવ દેહને ગાઝીપુરમાં તેના મૂળ ગામ મુહમ્દાબાદ યુસુફપુર લઈ ગયો, જ્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.  

મુખ્તાર અન્સારીનું મોત 'ધીમું ઝેર' કે હાર્ટ એટેકને કારણે થયું..? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો 2 - image


Google NewsGoogle News