જેલમાં કેદ માફિયા મુખ્તાર અન્સારીને આજીવન કેદ, પૂર્વ ધારાસભ્યને આર્મ્સ એક્ટમાં ફટકારાઈ સજા

મુખ્તાર અંસારીને 36 વર્ષ જૂના કેસમાં દોષિત ઠેરવ્યો હતો

Updated: Mar 13th, 2024


Google NewsGoogle News
જેલમાં કેદ માફિયા મુખ્તાર અન્સારીને આજીવન કેદ, પૂર્વ ધારાસભ્યને આર્મ્સ એક્ટમાં ફટકારાઈ સજા 1 - image


Mukhtar Ansari : ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં કેદ માફિયા મુખ્તાર અંસારીને નકલી હથિયાર લાયસન્સ સંબંધિત કેસ (fake arms license case)માં આજે આજીવન કેદ (life imprisonment)ની સજા ફટકારવામાં આવી હતી. વારાણસીની એમપી-એમએલએ કોર્ટે મુખ્તાર અંસારીને 36 વર્ષ જૂના કેસમાં દોષિત ઠેરવ્યો હતો. આ મામલામાં પૂર્વ ધારાસભ્ય વિરુદ્ધ IPCની કલમ 466/120B, 420/120, 468/120 અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

કેટલી સજા ફટકારાઈ મુખ્તાર અંસારીને? 

વારાણસીની MP/MLA કોર્ટમાં ન્યાયાધીશ અવનીશ ગૌતમની કોર્ટે માફિયા મુખ્તાર અંસારીને 466/120Bમાં આજીવન કેદ, 468/120માં 50 હજાર દંડ સાથે 7 વર્ષની કેદ અને આર્મ્સ એક્ટમાં 6 મહિનાની કેદની સજા ફટકારી હતી. મુખ્તારને આ જ કેસ સાથે સંબંધિત અન્ય ભ્રષ્ટાચારના કેસમાં મંગળવારે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. 11 માર્ચે દલીલો પૂરી થયા બાદ 12 માર્ચે ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો.

મામલો શું હતો? 

માફિયા મુખ્તાર અંસારી પર આરોપ છે કે તેણે 10 જૂન 1987ના રોજ ગાઝીપુરના જિલ્લા મેજિસ્ટ્રેટને ડબલ બેરલ બંદૂકના લાયસન્સ માટે અરજી આપી હતી. જીલ્લા મેજીસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકની નકલી સહીઓથી ભલામણો મેળવીને હથિયારનું લાઇસન્સ મેળવ્યું હતું. છેતરપિંડીનો પર્દાફાશ થયા પછી, સીબીસીઆઈડી દ્વારા 4 ડિસેમ્બર 1990ના રોજ મુખ્તાર અને તત્કાલીન ડેપ્યુટી કલેક્ટર સહિત પાંચ લોકો વિરુદ્ધ મુહમ્મદાબાદ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

જેલમાં કેદ માફિયા મુખ્તાર અન્સારીને આજીવન કેદ, પૂર્વ ધારાસભ્યને આર્મ્સ એક્ટમાં ફટકારાઈ સજા 2 - image


Google NewsGoogle News