Get The App

મુખ્તાર અંસારી 14 વર્ષ જૂના કેસમાં દોષી જાહેર, આવતી કાલે કરાશે સજાનું એલાન

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
મુખ્તાર અંસારી 14 વર્ષ જૂના કેસમાં દોષી જાહેર, આવતી કાલે કરાશે સજાનું એલાન 1 - image

Image Source: Twitter

- ગાઝીપુર સ્થિત કરંડા પોલીસ સ્ટેશનમાં મુખ્તાર વિરુદ્ધ ગેંગસ્ટરનો કેસ નોંધવામાં આવ્યો હતો

ગાઝીપુર, તા. 26 ઓક્ટોબર 2023, ગુરૂવાર

માફિયા અને પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીની મુશ્કેલીઓ વધી રહી છે. અંસારીને એક કોર્ટે આજે હત્યા અને હત્યાના પ્રયાસના કેસમાં દોષી ઠેરવ્યો છે. ઉત્તર પ્રદેશ સ્થિતિ ગાઝીપુરમાં MP-MLA કોર્ટે મુખ્તારને દોષી ઠેરવ્યો છે. જોકે, મુખ્તાર અંસારી પર હજુ સજાનું એલાન નથી થયું. પ્રાપ્ત માહિતી પ્રમાણે આવતી કાલે સજાનું એલાન થશે. વર્ષ 2009ના કેસમાં મુખ્તારને દોષી ઠેરવવામાં આવ્યો છે. અંસારી પર હત્યા અને હત્યાનો પ્રયાસનો કેસ નોંધાયેલો હતો. મીર હસને હત્યાના પ્રયાસનો કેસ દાખલ કરાવ્યો હતો. વર્ષ 2010માં બંને કેસને જોડીને ગેંગચાર્ટ બનાવવામાં આવ્યો હતો. ગાઝીપુર સ્થિત કરંડા પોલીસ સ્ટેશનમાં મુખ્તાર વિરુદ્ધ ગેંગસ્ટરનો કેસ નોંધવામાં આવ્યો હતો.

આ કેસમાં કોર્ટે નિર્ણય રિઝર્વ રાખ્યો છે. કરંડા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2010માં મુખ્તાર પર ગેંગસ્ટરનો કેસ નોંધવામાં આવ્યો હતો. કેસના ગેંગચાર્ટમાં કપિલ દેવ સિંહ હત્યાકાંડ, મીર હસન પર હુમલાનો મામલો સામેલ હતો. 

14 વર્ષ પહેલા કપિલ દેવ સિંહની હત્યા કરી દેવામાં આવી હતી. આજે MP-MLA કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. કપિલ દેવ સિંહ ગાઝીપુરમાં કરંડા પોલીસ સ્ટેશન વિસ્તારના સુઆપુર ગામમાં રહેતા હતા. તેઓ વ્યવસાયે શિક્ષક હતા. 2009માં ગામમાં એક દબંગ વ્યક્તિના ઘરે પોલીસે જપ્તીની કાર્યવાહી કરી હતી. જપ્ત સામાનનું લિસ્ટ બનાવવા અને સામાન્ય સાક્ષીની જરૂર પડવા પર લોકોએ સેવા નિવૃત શિક્ષક કપિલ દેવ સિંહને બોલાવવાની સલાહ આપી હતી. પોલીસની વિનંતી પર કપિલ દેવ સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા અને પોલીસને સહકાર આપ્યો. જેના કારણે દબંગ વ્યક્તિના પરિવારજનો ગુસ્સે થયા હતા. દબંગ પરિવારને લાગ્યું કે કપિલ દેવ સિંહની પોલીસ સાથે મિલીભગત છે અને તેણે જ તેમના વિશે માહિતી આપી હતી. આ પછી એક ષડયંત્રના ભાગરૂપે કપિલ દેવની હત્યા કરી નાખવામાં આવી હતી. આ ઘટના સમયે માફિયા મુખ્તાર અંસારી જેલમાં બંધ હતો ત્યારે તેની ગેંગ ચલાવતો હતો.

2009માં જ મુહમ્મદાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના મીર હસને મુખ્તાર અંસારી વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ દાખલ કરાવ્યો હતો. આ હત્યાકાંડમાં શરૂઆતની FIRમાં મુખ્તાર અંસારીનું નામ સામેલ નહોતું. બાદમાં તપાસ અધિકારીએ ચાર્જશીટમાં મુખ્તાર અંસારીનું નામ જોડી લીધુ હતુ. ત્યારબાદ કપિલ દેવ સિંહ હત્યાકાંડ અને મીર હસનના મામલે 2010માં ગેંગસ્ટર એક્ટ હેઠળ મુખ્તાર અંસારી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. મુખ્તાર અંસારી કપિલ દેવ સિંહ હત્યાકાંડના મૂળ મામલે પહેલા જ મુક્ત થઈ ચૂક્યો છે. ગેંગસ્ટર એક્ટ હેઠળ ચાલી રહેલા મામલે આજે કોર્ટે તેને દોષી જાહેર કર્યો છે. 


Google NewsGoogle News