Get The App

મુખ્તાર અંસારીને ઝેર આપવાનો આરોપ પાયાવિહોણો, જો કોઈ તપાસ કરાવવા માગે તો કરાવી શકે છે: રાજનાથ સિંહ

Updated: Mar 29th, 2024


Google NewsGoogle News
મુખ્તાર અંસારીને ઝેર આપવાનો આરોપ પાયાવિહોણો, જો કોઈ તપાસ કરાવવા માગે તો કરાવી શકે છે: રાજનાથ સિંહ 1 - image


Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીના મોત બાદ કોન્સપિરેસી થિયરી ઉઠી રહી છે કે, પૂર્વાંચલના માફિયાને ઝેર આપી દેવામાં આવ્યું છે. તેમના પરિવાર તરફથી આ આરોપ લગાવવામાં આવી રહ્યો છે. મુખ્તાર અંસારીના દીકરા ઉમરે તેમના પિતાને ઝેર આપ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે હવે આ મુદ્દે આજે રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, મુખ્તાર અંસારીને ઝેર આપવાનો આરોપ સંપૂર્ણપણે પાયાવિહોણો છે. જો કોઈ તેની તપાસ કરાવવા માગે તો તપાસ કરાવી શકે છે. 

મુખ્તાર અંસારીના પરિવારે તેમને ધીમુ ઝેર આપ્યુ હોવાનો લગાવ્યો આરોપ

મુખ્તારના પુત્ર ઉમરે જણાવ્યું કે તેને તેના પિતાના મૃત્યુના સમાચાર મીડિયા દ્વારા મળ્યા હતા. તેમણે જણાવ્યું કે, આખો દેશ સત્ય જાણે છે. બે દિવસ પહેલા હું તેમને મળવા આવ્યો હતો પરંતુ મને મળવા નહોતો દીધો. અમે પહેલા પણ કહ્યું છે અને ફરી કહી રહ્યા છીએ કે તેમને ધીમુ ઝેર આપવામાં આવી રહ્યું હતું. 19 માર્ચના રોજ તેમને ભોજનમાં ઝેર આપવામાં આવ્યું હતું. અમે કોર્ટનો દરવાજો ખખડાવીશું અને અમને ન્યાયપાલિકા પર સંપૂર્ણ વિશ્વાસ છે. ડોક્ટરોનું કહેવું છે કે મુખ્તારનું મૃત્યુ હાર્ટ એટેકથી કારણે થયુ છે. 

ડોક્ટર્સે મુખ્તારને બચાવવાનો પ્રયાસ કર્યો હતો: રાજનાથ સિંહ

એક કાર્યક્રમમાં રક્ષા મંત્રીને સવાલ કરવામાં આવ્યો કે, મુખ્તાર અંસારીને લઈને કહેવામાં આવી રહ્યું છે કે, તેમને ઝોર આપવામાં આવ્યુ હતું. તેના પર તમે શું કહેશો? રાજનાથ સિંહે કહ્યું કે, આ આરોપ સંપૂર્ણપણે પાયાવિહોણા છે. જો કોઈ તેની તપાસ કરાવવા માગે તો કરાવી શકે છે. તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટર્સે તેમને બચાવવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો અને તેમને સંપૂર્ણ મેડિકલ સહાયતા આપવામાં આવી પરંતુ તેઓ ન બચી શક્યા.



Google NewsGoogle News