અનંત-રાધિકાના લગ્ન... અચાનક રાહુલ-સોનિયા ગાંધીના ઘરે આમંત્રણ આપવા પહોંચ્યા મુકેશ અંબાણી
Mukesh Ambani Meet Rahul Sonia Gandhi : અંબાણી પરિવારમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચેંટૅના લગ્નની ઉજવણી શરૂ થઇ ગઇ છે. આ દરમિયાન એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી ગુરૂવારે દિલ્હી પહોંચ્યા હતા. અહીં તેમણે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના ઘરે પહોંચીને તેમની સાથે મુલાકાત કરી હતી. થોડીવાર બાદ અંબાણી 10 જનપથ સ્થિત આવાસથી રવાના થઇ ગયા. એવું માનવામાં આવે છે કે મુકેશ અંબાણી પોતાના પુત્રના લગ્નનું આમંત્રણ આપવા માટે રાહુલ ગાંધીના ઘરે પહોંચ્યા હતા.
તમને જણાવી દઇએ કે 12 જુલાઇના રોજ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચેંટના લગ્ન થવાના છે. મુકેશ અંબાણીના મુંબઇ સ્થિત એન્ટીલિયામાં બુધવારથી લગ્નના રિત-રિવાજો શરૂ થઇ ગયા છે. દેશ-વિદેશથી મહેમાઓની અવર-જવર ચાલુ છે. ત્યારે મુકેશ અંબાણી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને લગ્નનું આમંત્રણ આપવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા. હવે 12 જુલાઇના રોજ લગ્ન, 13 જુલાઇના રોજ આર્શિવાદ સમારોહ અને 14 જુલાઇના રોજ રિસેપ્શન યોજાશે.
આ લગ્નમાં બોલિવૂડ સ્ટાર્સની સાથે સાથે સ્પોર્ટ્સ અને બિઝનેસની દુનિયાના મોટા દિગ્ગજો પણ સામેલ થશે. સૂત્રોના અનુસાર આ લગ્નમાં ઘણા ઇન્ટરનેશનલ કલાકારો પરફોર્મ કરશે. અંબાણી પરિવારની મેનેજમેન્ટ ટીમની તેમની સાથે વાત ચાલી રહી છે.
ચર્ચામાં રહી પ્રી-વેડિંગ ઇવેન્ટ્સ
અત્રે ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીના ઘરે શરણાઇ ગૂંજવાની બિલકુલ નજીક છે. તે પહેલાં ગુજરાતમાં 1 થી 3 માર્ચ સુધી અનંત અંબાણી-રાધિકા મર્ચેંટ પ્રી વેડીંગનું ફંક્શન દુનિયાભરમાં ચર્ચામાં રહ્યું હતું. તેમાં ફેસબુકના જુકરબર્ગથી માંડીને માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ સુધી સામેલ થયા હતા. તો બીજી તરફ ગ્લોબલ સ્ટાર રિહાનાએ પણ પરફોમન્સ આપ્યું હતું.
તો બીજી તરફ આ વખતે પણ સ્ટાર્સનો જમાવડો મુંબઇમાં અંબાણી ફેમિલીમાં થનાર લગ્ન સમારોહમાં જોવા મળશે. હોલીવુડ સિંગર જસ્ટિન બીબર ભારત પહોંચી ગયા છે અને આ કપલના વેડિંગ ફંક્શનમાં પરફોર્મ કરશે.