મુગલો હોળીને ઈદ-એ-ગુલાબી કહેતા હતા, ત્યારે કેવી રીતે ઊજવાતો હતો રંગોનો આ તહેવાર?
હોળીના દિવસે અકબર પોતાના કિલ્લામાંથી બહાર આવતા અને બધા સાથે હોળી રમતા
જહાંગીરે હોળીને ઈદ-એ-ગુલાબી (રંગોનો તહેવાર) અને આબ-એ-પશી (પાણીના છાંટાનો તહેવાર) નામ આપ્યું હતું.
Image Wikipedia |
આજે હોળીનો તહેવાર છે. એક બીજાને રંગોથી રંગવાનો આ તહેવાર સદીઓથી દેશભરમાં ઉજવાય છે. આ પર્વનું મૂળ પ્રહલાદ અને હોલીકા સાથે જોડાયેલું છે, તેથી બ્રજમાં ભગવાન કૃષ્ણ દ્વારા રમાતી હોળીને એક નવી ઓળખ આપવામાં આવી. શું મુઘલ બાદશાહો પણ હોળી રમતા હતા? ઈતિહાસકારોએ મુઘલકાળ દરમિયાન હોળી વિશે ઘણું લખ્યું છે.
મુઘલ રાજાઓની વાત કરીએ તો હોળીનો ઉલ્લેખ લગભગ દરેક શાસકના શાસનકાળ દરમિયાન જોવા મળે છે. 19મી સદીના મધ્યભાગના ઈતિહાસકાર Munshi Zakaullahએ તેમના પુસ્તક Tarikh-e-Hindustani માં લખ્યું છે, કે કોણ કહે છે કે હોળી હિન્દુઓનો તહેવાર છે! મુઘલોના સમયમાં હોળીનું વર્ણન કરતાં ઝકુલ્લાહ કહે છે, કે કેવી રીતે બાબર હિંદુઓને હોળી રમતા જોઈને આશ્ચર્ય ચકીત થયો હતો. લોકો એકબીજાને ઉપાડીને રંગોથી ભરેલી ટાંકીમાં નાખતા હતાં. બાબરને આ તહેવાર એટલો પસંદ આવ્યો કે તેણે તેના નહાવાના કુંડને દારુથી છલોછલ ભરી દીધો.
હોળીના દિવસે અકબર પોતાના કિલ્લામાંથી બહાર આવી રમતા હતા
એ જ રીતે Ain-e Akbarithat અબુલ ફઝલ લખે છે કે બાદશાહ અકબરને પણ હોળી રમવાનો એટલો શોખ હતો કે તેણે આખા વર્ષ દરમિયાન વિવિધ વસ્તુઓ એકઠી કરતો હતો, કે જેનાથી રંગોનો છંટકાવ દૂર સુધી જઈ શકે. હોળીના દિવસે અકબર પોતાના કિલ્લામાંથી બહાર આવતા અને બધા સાથે હોળી રમતા.
સંગીત સભાનું આયોજન થતું
Tuzk-e-Jahangiriમાં જહાંગીર કી હોળી વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગીત-સંગીતના ચાહક જહાંગીર આ દિવસે સંગીતની મહેફીલનું આયોજન કરવામાં આવતું હતું. જેમાં કોઈપણ આવી શકતુ હતું. જો કે, તેઓ ક્યારેય કોઈની હોળી નહોતા રમતાં. પરંતુ લાલ કિલ્લાના ઝરુખામાંથી સમગ્ર આયોજન જોતા હતાં. તેમના સમય દરમિયાન હોળીને ઈદ-એ-ગુલાબી (રંગોનો તહેવાર) અને આબ-એ-પશી (પાણીના છાંટાનો તહેવાર) નામ આપવામાં આવ્યું હતું.
આ રાજાએ તો બનાવી દીધો શાહી ઉત્સવ
શાહજહાંના શાસનમાં જે જગ્યા પર હોળી ઉજવવામાં આવતી હતી, હાલમાં તે જગ્યા પર આજે રાજઘાટ છે. આ દિવસે શાહજહાં લોકો સાથે હોળી રમતાં હતા. બહાદુર શાહ ઝફર તો તેનાથી પણ આગળ નીકળ્યા. તેમણે હોળીને લાલ કિલ્લાનો શાહી તહેવાર બનાવ્યો. ઝફરે તેના પર ગીતો લખ્યા, જેને હોરી નામ આપવામાં આવ્યું હતું. આ ગીતો ઉર્દૂની વિશેષ શ્રેણી બની ગઈ. ઝફર દ્વારા લખાયેલ હોરી ગીત એટલે કે ફાગ આજે પણ હોળી પર ઘણા ગીતો ગવાય છે. જેમા 'ક્યૂં મો પે રંગ કી મારી પિચકારી, દેખો કુંવરજી દૂંગી મેં ગારી. આ છેલ્લા મુઘલ શાસકનું એવું પણ માનવું હતું કે, હોળી એ દરેક ધર્મનો તહેવાર છે. જામ-એ-જહાનુમા એક ઉર્દૂ અખબારે વર્ષ 1844માં લખ્યું હતું કે ઝફરના શાસન દરમિયાન હોળી પર કેટલીક વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. કેસુડાના ફૂલોમાંથી રંગો બનાવવામાં આવતા હતા અને રાજા, રાણી અને લોકો સાથે મળીને ફૂલોના રંગો સાથે રમતા હતા.