Get The App

વધુ એક મુખ્યમંત્રીની થશે ધરપકડ? MUDA કૌભાંડમાં EDએ PMLA હેઠળ ફરિયાદ દાખલ કરી

Updated: Sep 30th, 2024


Google NewsGoogle News
વધુ એક મુખ્યમંત્રીની થશે ધરપકડ? MUDA કૌભાંડમાં EDએ PMLA હેઠળ ફરિયાદ દાખલ કરી 1 - image


MUDA Scam Case : કર્ણાટકની બહુચર્ચિત મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA)માં કૌભાંડને લઈને મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની મુશ્કેલીઓ વધી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ સિદ્ધારમૈયા સહિત અન્ય કેટલાક વિરુદ્ધ PMLA હેઠળ કેસ દાખલ કર્યો છે. ગયા અઠવાડિયે કર્ણાટક લોકાયુક્તે કર્ણાટકના સીએમ અને અન્ય વિરુદ્ધ છેતરપિંડી અને અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.

આ મામલે સ્પેશિયલ કોર્ટે પણ કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. એવો આરોપ છે કે કર્ણાટકના સીએમની પત્નીને વર્ષ 2011માં કથિત રીતે મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા તમામ નિયમો નેવે મુકીને 14 હાઉસિંગ સાઇટ્સનું કામ આપવામાં આવ્યું હતું. તેથી હવે ટૂંક સમયમાં ED મની લોન્ડરિંગનો કેસ અંતર્ગત તપાસ શરૂ કરશે.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટના આદેશ છતાં બુલડોઝર ફેરવતી ભાજપ સરકારને નોટિસ, કહ્યું- યથાસ્થિતિ જાળવો

આ મામલે શું બોલ્યા સિદ્ધારમૈયા

આ બાબતે સીએમ સિદ્ધારમૈયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, મુડા કેસ કાયદા મુજબ લડવામાં આવશે. 'આવું પહેલીવાર બન્યું છે, કે જ્યારે જનતાના સમર્થનથી ગભરાયેલા વિપક્ષે મારી વિરુદ્ધ રાજકીય પ્રેરિત થઈને કેસ દાખલ કર્યો છે. ન્યાય મારા પક્ષમાં છે, હું તેનો સામનો કરીશ અને જીતીશ.'

તેમણે આગળ લખ્યું, 'છેલ્લી ચૂંટણીમાં અમારી સરકારને જનતાના આશીર્વાદ મળ્યા હતા અને તે પ્રમાણે અમે સારી રીતે શાસન કરી રહ્યા છીએ. આ પાંચ વર્ષના સમયગાળામાં રાજ્યનો વિકાસ કરવાનો જનાદેશ છે. રાજ્યપાલે આમાં દખલગીરી ન કરવી જોઈએ, જો આમાં દખલગીરી કરવામાં આવશે તો અમારે અનિવાર્યપણે વિરોધ કરવો પડશે.'

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ગાયને રાજ્યમાતા જાહેર કરાઈ, શિવસેના ગઠબંધનવાળી સરકારે કરી જાહેરાત

શું છે સમગ્ર મામલો?

કર્ણાટકમાં મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) એ 2009માં એવા લોકો માટે એક યોજના લાગુ કરવામાં આવી હતી, કે જેમણે વિકાસ પ્રોજેક્ટ્સ દરમિયાન તેમની જમીન ગુમાવી હતી. આ યોજના હેઠળ જમીન ગુમાવનારા લોકોને 50 ટકા વિકસિત જમીન આપવાની વાત કરવામાં આવી હતી. જેના કારણે  આ યોજના પાછળથી 50:50 ના નામથી પ્રખ્યાત થઈ હતી.

આ યોજનાને વર્ષ  2020 માં ભાજપ સરકારે સ્થગિત કરી દીધી હતી. આરોપ છે કે, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની પત્નીની 3 એકર અને 16 ગુંટા જમીન આ મુડાના વિકાસ પ્રોગ્રામ માટે સંપાદિત કરવામાં આવી હતી, પરંતુ આ જમીન સંપાદિત કર્યા વગર જ દેવનુર વિકાસ યોજનાના ત્રીજા તબક્કાનો વિકાસ કરવામાં આવ્યો હતો.


Google NewsGoogle News