શેખ હસીનાની જેમ કર્ણાટકના રાજ્યપાલે પણ ભાગવું પડશે, કોંગ્રેસ નેતાના વિવાદાસ્પદ નિવેદનથી હોબાળો

Updated: Aug 19th, 2024


Google NewsGoogle News
Siddaramaiah And Ivan D'Souza


Congress Protests Against Governor Order On MUDA Case: કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે MUDA કેસની તપાસના આદેશ પછી કોંગ્રેસના કાર્યકરો, નેતાઓ અને ધારાસભ્ય, રાજ્યપાલ થાવરચંદ ગેહલોત વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ દરમિયાન પાર્ટીના એક વિધાન પરિષદના સભ્યએ (MLC) ચેતવણી આપી છે કે, 'જો રાજ્યપાલ તેમનો આદેશ પાછો નહીં ખેંચે તો શેખ હસીનાની જેમ કર્ણાટકમાંથી ભાગી જવું પડશે.'

આ પણ વાંચો : યુપીની પ્રાઈવેટ હોસ્પિટલમાં નાઈટ ડ્યૂટી કરતી નર્સ સાથે ડૉક્ટરનું દુષ્કર્મ, લોકોમાં ભયાનક આક્રોશ

વિરોધ પ્રદર્શન માટે સીધા રાજ્યપાલ ઓફિસ જઈશું

કોંગ્રેસના MLCએ ઈવાન ડિસોઝાએ બાંગ્લાદેશને ટાંકીને કહ્યું કે, 'જ્યાં PM શેખ હસીનાએ પોતાનું પદ અને દેશ છોડવો પડ્યો છે. હવે વિરોધ પ્રદર્શન માટે સીધા રાજ્યપાલ ઓફિસ જઈશું. જેમ બાંગ્લાદેશમાં પ્રદર્શનકારીઓ PM હાઉસમાં ઘૂસી ગયા હતા, ત્યારે પીએમને પોતાનું ઘર, પોસ્ટ અને દેશ છોડવાનો વારો આવ્યો હતો.'

બાંગ્લાદેશના પ્રધાનમંત્રી જેવો રાજ્યપાલનો વારો આવશે

રાજ્યપાલે કથિત જમીન કૌભાંડને લઈને મુખ્યમંત્રી સામે તપાસના આદેશ કર્યાં હતા. કોંગ્રેસના MLCએ કહ્યું હતું કે, 'જો રાજ્યપાલે આદેશ પાછો ન ખેંચ્યો અને રાષ્ટ્રપતિએ તેમને આદેશ પાછો ખેંચવા ન કીધું તો બાંગ્લાદેશની જેવી જ હાલત થશે, જ્યાં પ્રધાનમંત્રીને દેશ છોડવાનો વારો આવ્યો હતો અને  અહીંયા કર્ણાટકમાં રાજ્યપાલને ભાગવું પડશે. જ્યારે હવે આગામી વિરોધ પ્રદર્શન રાજ્યપાલ ઓફિસ ખાતે કરવામાં આવશે.'

આ પણ વાંચો : સુરતના મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇમેલ મળ્યો, બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ ઘટનાસ્થળે

શું છે આખી ઘટના

મૈસુર શહેરી વિકાસ સત્તામંડળને (MUDA) લઈને આરોપ છે કે, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની પત્ની પાર્વતી તેના અવિકસિત લેન્ડ-પીસના બદલામાં 14 લેન્ડ-પીસ ફાળવવામાં આવી હતી, જેને લઈને સત્તાધિકારી દ્વારા હસ્તગત કરવામાં આવ્યું હતું. આ વિવાદને લઈને મુખ્યમંત્રી પર ભષ્ટ્રાચાર અને સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, આશરે 4000-5000 કરોડનું મુડા જમીન કૌભાંડ થયું છે.

મારા 40 વર્ષના રાજકીય કરિયરમાં ભષ્ટ્રાચારનો કોઈ ઈતિહાસ નથી

રાજ્યપાલ થાવરચંદ ગેહલોત દ્વારા કરવામાં આવેલા તપાસના આદેશ સામે સિદ્ધારમૈયાએ હાઈકોર્ટમાં પડકાર્ય કર્યો છે.એક રીટ અરજીમાં તેમણે તપાસના આદેશ રદ કરવાની માંગ કરતાં કહ્યું હતું કે, 'આ નિર્ણય રાજકીય રીતે પ્રેરિત અને અન્યાયી છે. મારા 40 વર્ષના રાજકીય કરિયરમાં ભષ્ટ્રાચારનો કોઈ ઈતિહાસ નથી'

શેખ હસીનાની જેમ કર્ણાટકના રાજ્યપાલે પણ ભાગવું પડશે, કોંગ્રેસ નેતાના વિવાદાસ્પદ નિવેદનથી હોબાળો 2 - image


Google NewsGoogle News