દરિયા પર બનેલો ભારતનો સૌથી લાંબો 'અટલ' બ્રિજ તૈયાર, જાણો તેની વિશેષતા અને કેટલો લાગશે ટોલ

આગામી 12 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીના હસ્તે થશે

તેની મદદથી દક્ષિણ મુંબઈથી નવી મુંબઈના અંતરની મુસાફરીમાં 1 કલાકથી વધુનો સમય બચશે

Updated: Jan 10th, 2024


Google NewsGoogle News
દરિયા પર બનેલો ભારતનો સૌથી લાંબો 'અટલ' બ્રિજ તૈયાર, જાણો તેની વિશેષતા અને કેટલો લાગશે ટોલ 1 - image


Mumbai Trans Harbour Link News | દેશનો સૌથી લાંબો અને આધુનિક દરિયાઈ બ્રિજની કામગીરી લગભગ લગભગ પૂર્ણ થઇ ચૂકી છે. તેનું ઉદઘાટન આગામી 12 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીના હસ્તે થશે. મુંબઈથી નવી મુંબઈને જોડતો દેશનો આ સૌથી મોટો દરિયાઈ બ્રિજ 22 કિલોમીટર લાંબો છે. તેની મદદથી દક્ષિણ મુંબઈથી નવી મુંબઈના અંતરની મુસાફરીમાં 1 કલાકથી વધુનો સમય બચશે. ચાલો જાણીએ તેમાં શું ખાસ હશે...

દરેક વાહન માટે ઈંધણ બચાવશે! 

અટલ સેતુ પરથી પસાર થનારા દરેક વાહનને લગભગ 700 રૂપિયાના ઈંધણની બચત થશે. આ બ્રિજ  બનાવતી વખતે પર્યાવરણનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. તેમજ બ્રિજ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સવાળા 400 સીસીટીવી કેમેરાથી સજ્જ છે. જે સુરક્ષાની દૃષ્ટિએ અતિ મહત્ત્વપૂર્ણ છે. જો કોઈ વાહન બગડી જાય અથવા કોઈ બ્રિજ પર અટકી જાય કે  પછી કોઈ શંકાસ્પદ દેખાય તો આ કેમેરા તરત જ કંટ્રોલ રૂમને જાણ કરશે.

વિશ્વનું સૌથી મોટું માલવાહક જહાજ પસાર થઈ શકે છે

આ બ્રિજની સૌથી મોટી ખાસિયત એ છે કે તેની નીચેથી દુનિયાનું સૌથી મોટું કાર્ગો જહાજ પણ પસાર થઈ શકે છે. આ બ્રિજનું પૂરું નામ અટલ બિહારી વાજપેયી શિવડી ન્વાશેવા અટલ સેતુ છે. 20 હજાર કરોડના ખર્ચે બનેલા આ પુલની ઘણી ખાસિયતો છે. તેના ઉદ્ઘાટન બાદ મુંબઈથી નવી મુંબઈની મુસાફરી ઘણી સરળ બની જશે. દક્ષિણ મુંબઈથી નવી મુંબઈ પહોંચવામાં માત્ર 20 થી 25 મિનિટનો સમય લાગશે, જેમાં હાલમાં લગભગ બે કલાકનો સમય લાગે છે. આ પુલ ખુલ્લો મુકવાથી તેને લગતા વિસ્તારોમાં આર્થિક વિકાસ પણ શક્ય બનશે. આ દરિયાઈ પુલ મુંબઈ-પુણે એક્સપ્રેસવે, મુંબઈ-ગોવા હાઈવે અને નવી મુંબઈના સૂચિત ઈન્ટરનેશનલ એરપોર્ટને જોડશે.

MTHL પર કેટલો ટોલ લાગશે?

આ બ્રિજ રાજ્યના બે મોટા શહેરોને જોડે છે. તે છ લેનનો બ્રિજ છે. બ્રિજનો 16.5 કિલોમીટર લાંબો ભાગ સમુદ્ર પર બનેલો છે. જ્યારે લગભગ 5.5 કિલોમીટરનો ભાગ જમીન પર હાજર છે. દેશના સૌથી લાંબા અટલ બ્રિજ પર એક તરફ 250 રૂપિયાનો ટોલ વસૂલવામાં આવશે. સરકારનું માનવું છે કે તેનાથી લોકોના પૈસા અને સમય બંનેની બચત થશે. 

દરિયા પર બનેલો ભારતનો સૌથી લાંબો 'અટલ' બ્રિજ તૈયાર, જાણો તેની વિશેષતા અને કેટલો લાગશે ટોલ 2 - image


Google NewsGoogle News