Get The App

મહાકુંભ સ્પેશિયલ ટ્રેન પર હુમલો: ઉપદ્રવીઓએ પથ્થરમારો અને તોડફોડ કરી, મુસાફરોમાં દહેશત

Updated: Jan 28th, 2025


Google NewsGoogle News
મહાકુંભ સ્પેશિયલ ટ્રેન પર હુમલો: ઉપદ્રવીઓએ પથ્થરમારો અને તોડફોડ કરી, મુસાફરોમાં દહેશત 1 - image


Mahakumbh 2025: ઝાંસીથી પ્રયાગરાજ મહાકુંભ જઈ રહેલી ટ્રેનમાં અસામાજિક તત્ત્વો દ્વારા હુમલો કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, સોમવારે (27 જાન્યુઆરી) અસામાજિક તત્ત્વોએ મધ્ય પ્રદેશના હરપાલપુર સ્ટેશને ટ્રેન પર પથ્થરમારો અને તોડફોડ કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. હુમલા દરમિયાન ટ્રેનમાં સવાર મુસાફરોમાં ડરનો માહોલ છવાયેલો હતો. અસામાજિક તત્ત્વોએ ટ્રેનમાં ઘુસવાના પ્રયાસ સાથે ટ્રેનના દરવાજા અને બારી તોડી દીધી હતી.

ટ્રેન પર પથ્થરમારો

મળતી માહિતી મુજબ, વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસીથી પ્રયાગરાજ જતી ટ્રેન નંબર 11801 પર પથ્થરમારો થયો હતો. હરપાલપુર રેલવે સ્ટેશને મોટી સંખ્યામાં મુસાફરો પ્રયાગરાજ જવા માટે એકઠા થયા હતાં. પરંતુ, ટ્રેનની અંદર પહેલાંથી હાજર મુસાફરો દ્વારા ટ્રેનનો દરવાજો ખોલવામાં નહતો આવતો. જેના કારણે સ્ટેશન પર હાજર ભીડે ઉગ્ર બની પથ્થરમારો અને તોડફોડ શરૂ કરી દીધી હતી. પથ્થરમારા અને તોડફોડથી મુસાફરોમાં બૂમાબૂમ થઈ ગઈ હતી. મુસાફરોના જણાવ્યાં અનુસાર, અચાનક સ્ટેશનમાં હાજર ભીડે પથ્થરમારો અને હુમલો કરી દીધો હતો. ટ્રેનની અંદર મહિલાઓ અને બાળકો પણ હાજર હતાં, જે મહાકુંભમાં સ્નાન માટે પ્રયાગરાજ જઈ રહ્યા હતાં.

આ પણ વાંચોઃ દર ચોથી મિનિટે એક સ્પેશિયલ ટ્રેન, મહાકુંભમાં અમાસના દિવસે 10 કરોડ ભક્તો લગાવશે ડૂબકી: તંત્રની ખાસ તૈયારી

મોઢે કપડું બાંધી કર્યો પથ્થરમારો

નોંધનીય છે કે, ટ્રેન પર પથ્થરમારો અને તોડફોડ કરી રહેલાં લોકોએ મોઢા પર કપડું બાંધેલું હતી. ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર, 8 થી 10 લોકો પથ્થરમારો કરી રહ્યા હતાં. હાલ, સીસીટીવી ફૂટેજના આધારે આ લોકોને ઓળખવાનું કામ થઈ રહ્યું છે. 

આ પણ વાંચોઃ મમતાને મહામંડલેશ્વર બનાવવાના વિવાદમાં બાબા રામદેવની એન્ટ્રી કહ્યું - 'કોઈને પણ આ રીતે...'

મુસાફરોએ બંધ કરી દીધો ટ્રેનનો દરવાજો

અસામાજિક તત્ત્વો દ્વારા ટ્રેનમાં ઘુસવાનો પૂરો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ, લોકો દ્વારા ટ્રેનનો દરવાજો બંધ કરી દેવાના કારણે લોકોને વધુ ઈજા નહતી થઈ. આ ઘટના સોમવારે (27 જાન્યુઆરી) રાત્રે 10 થી 11 વાગ્યાની વચ્ચે ઘટી હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર ઘટના વિશે તંત્રને જાણ થતાં તુરંત જ એક્શન લેવાયો અને ટ્રેનને જલ્દી રવાના કરી દેવામાં આવી. જે લોકો સ્ટેશન પર હતાં, તેઓએ જે વીડિયો બનાવ્યા હતાં તેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 


Google NewsGoogle News