સરકાર બદલાતા જ આ શહેરમાં ત્રણ દિવસમાં જમીનનો ભાવ બમણો, હવે વિદેશોમાંથી પણ માગ

Updated: Jun 8th, 2024


Google NewsGoogle News
સરકાર બદલાતા જ આ શહેરમાં ત્રણ દિવસમાં જમીનનો ભાવ બમણો, હવે વિદેશોમાંથી પણ માગ 1 - image


Image Source: Twitter

Amravati Land Prices Hike: દેશમાં ત્રીજી વખત પણ મોદી સરકાર જ સત્તામાં આવશે તેવું નક્કી થયા બાદ જાણે આંધ્ર પ્રદેશ, અમરાવતી અને રાજ્યના ભાવી CM ચંદ્રબાબુ નાયડુના સારા દિવસો આવી ગયા છે. 12 જૂનના રોજ અમરાવતીમાં ચંદ્રબાબુ નાયડુ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. પરંતુ તે પહેલા આ શહેરમાં જમીનોની કિંમતમાં બમણો વધારો થઈ ગયો છે. હકીકતમાં ચંદ્રબાબુ નાયડુએ અમરાવતીને આંધ્ર પ્રદેશની ગ્રીન કેપિટલ તરીકે વિકસિત કરવાની વાત કહી છે. આવી સ્થિતિમાં અહીં પ્રોપર્ટીના ભાવમાં ઝડપથી વધારો થયો છે. ચંદ્રબાબુ નાયડુ 2014થી 2019 સુધી રાજ્યના મુખ્યમંત્રી રહ્યા હતા. તે સમયે ચંદ્રબાબુ નાયડુએ અમરાવતીને રાજધાની શહેર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે ગ્રીનફીલ્ડ રાજધાની અમરાવતીને પર્યાવરણની દ્રષ્ટિએ વધુ સમૃદ્ધ બનાવવાનું સપનું ડોયુ હતું. આ શહેર વિજયવાડા અને ગુંટૂર શહેરની વચ્ચે સ્થિત છે અને તેમાં 29 ગામ સામેલ છે. 

ચૂંટણી પછી વધ્યા જમીનના ભાવ

એક રિપોર્ટ પ્રમાણે લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ જ આંધ્ર પ્રદેશના અમરાવતી શહેરમાં રિયલ એસ્ટેટની કિંમતોમાં 50થી 100%નો વધારો થયો છે. કારણ કે, ચંદ્રબાબુ નાયડુની અમરાવતી શહેરને રાજધાનીના રૂપમાં વિકસિત કરવાની શરૂઆતથી જ રુચિ રહી છે તેથી જો આગામી દિવસોમાં એ એલાન થાય તો તેનાથી અમરાવતીને ખૂબ ફાયદો થશે. આ સંભાવનાના કારણે અમરાવતીમાં જમીન અને પ્રોપર્ટીની કિંમતોમાં ઝડપથી વધારો થયો છે. 

શું છે જમીનના ભાવ

- 2019માં અમરાવતીમાં જમીનની કિંમત 25,000 થી 60,000 સ્ક્વેર યાર્ડ હતી.

- જગન મોહન રેડ્ડીની સરકાર બન્યા બાદ આ જમીનની કિંમત 9,000 થી 18,000 રૂપિયા સ્ક્વેર યાર્ડ થઈ ગઈ હતી.

- હવે ચંદ્રબાબુ નાયડુની સત્તામાં વાપસી બાદ અહીં જમીનની કિંમતો 30,000 થી 60,000 રૂપિયા સ્ક્વેર યાર્ડ થઈ ગઈ છે.

આ વિસ્તારમાં સૌથી વધુ માગ

અમરાવતીમાં એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યૂટ, હાઈકોર્ટ, વિધાનસભા, સચિવાલય અને કેન્દ્ર સરકારની સંસ્થાઓ નજીક જમીનોની સૌથી વધુ માગ છે. રિટેલર્સ, બ્રોકર્સ અને ખેડૂતો પાસે જમીન ખરીદવા માટે અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી ઓફર આવી રહી છે. 

શહેરના ખેડૂતોને આશા છે કે, ચંદ્રબાબુ નાયડુ 12 જૂને મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે અને પીએમ મોદી શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. જો આ અવસર પર અમરાવતીને લઈને કોઈ મોટી જાહેરાત કરવામાં આવે તો અહીંની જમીનના ભાવમાં વધુ વધારો થશે. આ પહેલા 2019માં પૂર્વ સીએમ વાયએસ જગન મોહન રેડ્ડીની 2019માં 3 રાજધાનીઓની યોજનાની જાહેરાત બાદ અમરાવતીમાં જમીનના ભાવમાં ઘટાડો થયો હતો. પરંતુ હવે સરકારની સાથે-સાથે તસવીર પણ બદલાઈ ગઈ છે. 



Google NewsGoogle News