એમપીના વિધાયક બગડયા, મને જીવતો જોવો હોયતો પગે લાગવાનું બંધ કરો
હું એક જાહેરાત કરુ છુ કે મેં વાનપ્રસ્થ ગ્રહણ કરી લીધો છે
ધોતી અને કુર્તા સિવાય કશુંજ લીધા વિના ઘર છોડી દીધું છે
ભોપાલ,૨૬ ફેબુ્આરી,૨૦૨૪,સોમવાર
મધ્યપ્રદેશના વિદિશાના વિધાનસભ્ય ઉમાકાંત શર્માનો એક વીડિયો જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. જેમાં તેઓ એક જંગલમાં વ્યાયામ કરતા નજરે પડે છે. આ વીડિયો અને ફોટો તેમને ખૂબ પોતાના સોશિયલ એકાઉન્ટ પર અપલોડ કર્યો છે. બીજો એક વીડિયોમાં તેમનો સંવાદ ચોંકાવનારો છે. ગ્રામીણોને સંબોધતા જણાવી રહયા છે કે ઉમાકાંત શર્મા આપનો ચરણ સેવક સાદર પ્રણામ કરુ છું.
હું એક જાહેરાત કરુ છુ કે મેં વાનપ્રસ્થ ગ્રહણ કરી લીધો છે. ધોતિ અને કુર્તા સિવાય કશુંજ લીધા વિના ઘર છોડી દીધું છે. તેમ છતાં તમે પરાણે ખૂબ ખર્ચ કરી રહયા છો. આજકાલ બાળકો ટેનિસ બોલથી ક્રિકેટ રમે છે જે જિંદગીમાં કયારેય સારા ક્રિકેટર બની શકતા નથી. ઉમાકાંત આટલેથી અટકયા નહી. તેમણે લગ્ન સમારોહમાં પણ જવાનું બંધ કરી દીધું છે. માત્ર ગ્રામીણોના કાર્યક્રમમાં જઇશ એ દરમિયાન મારા કોઇએ પગ પકડવા નહી.
ઉમાકાંતને જીવતો જોવા માંગતા હોયતો પગ પકડીને પગે લાગશો નહી.આ વીડિયો જોઇને લોકો એવી ચર્ચા કરવા લાગ્યા છે આવનારા સમયમાં ઉમાકાંત રાજકારણ પણ છોડી શકે છે. પોતે એક જનપ્રતિનિધિ હોવા છતાં સ્વાગત, સત્કાર અને જાહેર સમારોહમાં જવાની ના પાડી રહયા છે. ધારાસભ્યોએ સાર્વજનિક પ્રસંગોમાં આમંત્રણ હોય ત્યારે હાજરી આપવી પડતી હોય છે પરંતુ વિદિશાના ધારાસભ્ય વીડિયોમાં જે વાત કરે છે તે અટપટ્ટી લાગે છે.