MP: 15 દિવસ માટે મુક્ત કરો, હું માતા બનવા ઈચ્છુ છું, પતિની મુક્તિ માટે પત્ની હાઈકોર્ટ પહોંચી

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
MP: 15 દિવસ માટે મુક્ત કરો, હું માતા બનવા ઈચ્છુ છું, પતિની મુક્તિ માટે પત્ની હાઈકોર્ટ પહોંચી 1 - image


Image Source: Twitter

- મહિલાએ સંતાન પ્રાપ્તિને પોતાનો 'મૌલિક અધિકાર' ગણાવ્યો

ઈન્દોર, તા. 02 નવેમ્બર 2023, ગુરૂવાર

Image Source: Twitter

MP High Court: મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં એક મામલો સામે આવ્યો છે જેમાં એક મહિલાએ અરજી દાખલ કરતા માંગ કરી છે કે, તે માતા બનવા માંગે છે. એટલા માટે તેના પતિને જેલમાંથી મુક્ત કરવામાં આવે. હવે આ મામલે હાઈકોર્ટે મહિલાની મેડિકલ તપાસનો આદેશ આપ્યો છે. જેથી જાણી શકાય કે, તે ગર્ભ ધારણ કરી શકે કે, ન કરી શકે. મહિલાનો પતિ કોઈ ગુનાહિત કેસમાં ઈન્દોર સેન્ટ્રલ જેલમાં બંધ છે. અરજદાર મહિલાએ મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને પોતાના પતિને 15થી 20 દિવસ માટે ઈન્દોર જેલમાંથી મુક્ત કરવાની માંગ કરતા કહ્યું કે, તે એક બાળકને જન્મ આપવા માંગે છે. તેણે સંતાન પ્રાપ્તિને પોતાનો મૌલિક અધિકાર ગણાવ્યો છે. 

આ મામેલ સુનાવણી કરતી વખતે જસ્ટિસ વિવેક અગ્રવાલની ખંડપીઠે જબલપુર મેડિકલ કોલેજના ડીનને નિષ્ણાત ડોક્ટરોની ટીમ ગઠિત કરવાનો નિર્દેશ આપ્યો છે. ડોક્ટરોની આ ટીમ તપાસ કરશે કે મહિલા શારીરિક રીતે ગર્ભ ધારણ કરવા માટે યોગ્ય છે કે નહીં. આ મામલે આગામી સુનાવણી 22 નવેમ્બરે થશે. સુનાવણી દરમિયાન કોર્ટને કહેવામાં આવ્યું કે, અરજદારનો પતિ એક અપરાધિક કેસમાં જેલમાં છે અને તે ગર્ભ ધારણ કરવા માંગે છે. અરજદારે આ હેતુ માટે તેના પતિને જેલમાંથી મુક્ત કરવાની માંગ કરી છે. કોર્ટે મહિલા અરજદારને 7 નવેમ્બરે જબલપુર મેડિકલ કોલેજના ડીન સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો છે.

સરકારી વકીલે કહ્યું- તે મા ન બની શકે

અરજદાર મહિલાએ તેની અરજીના સમર્થનમાં રેખા વિરુદ્ધ રાજસ્થાન સરકાર 2022ના કેસમાં રાજસ્થાન હાઈકોર્ટના આદેશનો પણ હવાલો આપ્યો. આ કેસમાં હાઈકોર્ટની એક ખંડપીઠે સંતાન પ્રાપ્તિ માટે આજીવન કેદની સજા પામેલા કેદીને 15 દિવસના પેરોલ આપ્યા હતા. રાજ્ય સરકાર તરફથી રજૂ થયેલા વકીલે મહિલાની આ અરજીનો વિરોધ કરતા દાવો કર્યો હતો કે, દાવો કર્યો કે તે મેનોપોઝની ઉંમર વટાવી ગઈ છે. તેથી કુદરતી રીતે અથવા કૃત્રિમ ગર્ભાધાન દ્વારા ગર્ભ ધારણની કોઈ શક્યતા નથી.

બંને પક્ષોને સાંભળ્યા બાદ જસ્ટિસ વિવેક અગ્રવાલે જબલપુર મેડિકલ કોલેજના ડીનને પાંચ ડોક્ટરોની એક ટીમ ગઠિત કરવાનો નિર્દેશ આપ્યો છે. જેમાંથી ત્રણ ગાયનેકોલોજિસ્ટ છે, એક મનોચિકિત્સક છે અને બીજો એન્ડોક્રિનોલોજિસ્ટ છે. આ ટીમ અરજદાર મહિલાની તપાસ કરશે અને જાણ કરશે કે શું તે ગર્ભ ધારણ કરી શકે છે? આ ટીમ 15 દિવસની અંદર પોતાનો રિપોર્ટ આપશે.



Google NewsGoogle News