Get The App

મધ્યપ્રદેશના મહૂમાં ભયાનક અકસ્માત, ટેન્કર-ટ્રાવેલર વચ્ચે ટક્કરમાં 4ના મોત, 10 ઈજાગ્રસ્ત

Updated: Feb 7th, 2025


Google NewsGoogle News
4 Died in Mahu Accident


4 Died in Mahu Accident: મધ્યપ્રદેશના મહૂ તહસીલના માનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુરુવારની રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. મુસાફરો ભરેલ ટેમ્પો ટ્રાવેલર ટેન્કર સાથે ધડાકાભેર અથડાયો હતો. આ ઘટનાની ચપેટમાં એક બાઇક પણ આવી ગયું અને તેના પર સવાર બે લોકોના મોત થયા. આ અકસ્માતમાં કુલ 4 લોકોના મોત થયા છે.

અકસ્માતમાં કુલ 4 લોકોના મોત, 10 ઘાયલ 

આ ઘટનામાં મહિલાઓ અને એક બાળક સહિત 10 લોકો ઘાયલ થયા છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ટ્રાવેલરમાં સવાર તમામ મુસાફરો કર્ણાટકના રહેવાસી હતા. મહાકાલના દર્શન કરીને તમામ તીર્થયાત્રીઓ મહારાષ્ટ્ર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી.

ટ્રાવેલરમાં સવાર તમામ મુસાફરો કર્ણાટકના રહેવાસી

માનપુર પોલીસ સ્ટેશનના એએસઆઈ રવિએ જણાવ્યું હતું કે, 'ટ્રાવેલર ટેન્કર સાથે અથડાતા પહેલા ટ્રાવેલરએ બાઇકને ટક્કર મારી હતી. જેમાં મધ્યપ્રદેશના સેંધવાના રહેવાસી શુભમ અને ધરમપુરીના રહેવાસી હિમાંશુનું મોત થયું છે. ટ્રાવેલરમાં મુસાફરી કરી રહેલી બે મહિલાઓના પણ મોત થયા છે. તેમની ઓળખ માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત એટલો ગંભીર હતો કે પેસેન્જર વાહનના ફૂરચા ઊડી ગયા હતા. ઇજાગ્રસ્તોને ઇન્દોરની MY હોસ્પિટલમાં સારવાર આપવામાં આવ્યા છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

મધ્યપ્રદેશના મહૂમાં ભયાનક અકસ્માત, ટેન્કર-ટ્રાવેલર વચ્ચે ટક્કરમાં 4ના મોત, 10 ઈજાગ્રસ્ત 2 - image


Google NewsGoogle News