એક વિવાહ ઐસા ભી…યુવતીએ લડ્ડુ ગોપાલ સાથે કર્યા લગ્ન
Shri Krishna Wedding: કહેવાય છે કે, ધર્મ વ્યક્તિને બધી ખરાબ ટેવો અને ખરાબ કાર્યોથી દૂર રાખે છે. જો કોઈ વ્યક્તિ સાંસારિક મોહમાયાથી દૂર થઈને ધર્મને અપનાવી લે તો તેને મોક્ષ મળે છે. ઘણી વખત વ્યક્તિ આસ્થા અને ધર્મ પ્રત્યે એટલો વ્યસની બની જાય છે કે તે પોતાના ભગવાન સાથે લગ્ન પણ કરી લે છે.
આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલાએ લડ્ડ ગોપાલ સાથે લગ્ન કરી લીધા છે.
ક્યાંનો છે વીડિયો?
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો ગ્વાલિયરનો છે, જ્યાં શિવાની નામની યુવતીએ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના જીવનસાથી તરીકે પસંદ કર્યા છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં જ્યારે આ અનોખી ઘટના બની ત્યારે બધાને આશ્ચર્ય થયું હતું. યુવતીએ સામાન્ય લગ્નમાં કરવામાં આવતી તમામ વિધિઓ કરી હતી. વૃંદાવનથી શોભાયાત્રામાં સાધુઓ અને ભક્તોનું એક જૂથ ગ્વાલિયર પહોંચ્યું હતું જ્યાં તેમનુ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
કન્યાએ જણાવ્યું કે, મેં B.Com કર્યું છે. થોડા સમય પછી, મને સમજાયું કે, તે લડ્ડુ ગોપાલના પ્રેમમાં છે અને મે તેમની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. સમાજે પણ આ અંગે ટિપ્પણીઓ કરી હતી પરંતુ મેં સમાજની પરવા કર્યા વિના આ પગલુ ભર્યું છે. શિવાનીએ વધુમાં કહ્યું કે, સમાજે શ્રી રામને પણ છોડ્યા ન હતા, પરંતુ હું હજુ પણ એક તુચ્છ માનવી છું,તેથી જે પણ તમે કરવા માગો છો તે, સમાજની ચિંતા કર્યા વગર કરો.
શિવાનીએ વધુમાં કહ્યું કે, લગ્ન પછી હું દુલ્હન તરીકે વૃંદાવન જઇશ અને પોતાનુ જીવન એક સંત તરીકે વિતાવીશ. આ સિવાય ધાર્મિક ગ્રંથોનો પણ અભ્યાસ કરીશ. પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને ગ્વાલિયર આવીશ અને મારા માતાપિતાની સેવા કરીશ.
શિવાની કહે છે કે, આજની છોકરીઓ ધર્મ છોડીને ખોટા રસ્તે ચાલી ગઈ છે, તેમણે પોતાનો ધર્મ જાણીને ભગવાનની ભક્તિમાં તલ્લીન થઈ જવું જોઈએ. જો તે આવું ન કરી શકે તો તેણે કોઈના ભગવાનનું અપમાન ન કરવું જોઈએ.
શિવાનીના માતા-પિતાએ કહ્યું કે શ્રી કૃષ્ણથી વધુ લાયક વર કોઈ ન હોઈ શકે. શિવાનીના માતા-પિતા પણ તેમની પુત્રીના આ નિર્ણયથી ખૂબ જ ખુશ છે.