MP Election 2023: આગામી દિવસોમાં મધ્ય પ્રદેશ ત્રણ વખત દિવાળીની ઉજવણી કરશે- અમિત શાહ

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
MP Election 2023: આગામી દિવસોમાં મધ્ય પ્રદેશ ત્રણ વખત દિવાળીની ઉજવણી કરશે- અમિત શાહ 1 - image


Image Source: Twitter

- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 27 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી મધ્યપ્રદેશની ત્રણ દિવસીય મુલાકાતે છે

છિંદવાડા, તા. 29 ઓક્ટોબર 2023, રવિવાર

Amit Shah in MP: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)એ ગઈ કાલે છિંદવાડામાં કહ્યું હતું કે, મધ્ય પ્રદેશ આગામી સમયમાં ત્રણ વખત દિવાળીની ઉજવણી કરવા માટે તૈયાર છે. છિંદવાડામાં એક સામાજિક કાર્યક્રમને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે, આગામી મહિને તમે પહેલી દિવાળી ઉજવશો. બીજી વખત જ્યારે મધ્ય પ્રદેશમાં બીજેપીની સરકાર બનશે ત્યારે દિવાળી ઉજવશો અને ત્રીજી વખત જ્યારે પીએમ મોદી અયોધ્યાના મંદિરમાં ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરશે ત્યારે દિવાળીની ઉજવણી કરશો.

રામ મંદિરના નિર્માણમાં કોંગ્રેસે હંમેશા અવરોધ ઉભો કર્યો છે એમ જણાવતા અમિત શાહે કહ્યું કે, જ્યારે નરેન્દ્ર મોદી 2019માં વડાપ્રધાન બન્યા ત્યારે તેઓ ચૂપચાપ ભૂમિપૂજન માટે ચાલ્યા ગયા હતા અને હવે તેઓ જાન્યુઆરીમાં ફરીથી રામ મંદિરની મુલાકાત લેશે. કોંગ્રેસ હંમેશા તારીખોના એલાન વિશે પૂછતી રહે છે. હું રાહુલ ગાંધીને જલદી અયોધ્યા જવાની સલાહ આપું છું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 27 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી મધ્યપ્રદેશની ત્રણ દિવસીય મુલાકાતે છે.

આ મુલાકાત દરમિયાન બીજા દિવસે અમિત શાહે સાગર ક્ષેત્રના ખજુરાહોમાં એક બેઠકમાં ભાગ લીધો હતો અને અધિકારીઓ સાથે ચૂંટણી અંગે ચર્ચા કરી હતી. ત્યાં 26 વિધાનસભા મતવિસ્તારોના પાર્ટી કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ત્યારબાદ તેઓ રીવા અને શહડોલ વિસ્તારમાં સભા કરશે. આ ક્ષેત્રમાં કુલ 30 વિધાનસભા બેઠકો છે. શહડોલમાં બેઠક કર્યા બાદ શાહ ઉજ્જૈન પહોંચશે અને મહાકાલ મંદિરમાં દર્શન કરશે અને પછી રોડ શોમાં ભાગ લેશે.


Google NewsGoogle News